Site icon hindi.revoi.in

આગલા 5 વર્ષમાં 5 ટ્રિલિયન ડૉલર ઈકોનૉમીઃ “ચિદમ્બરમે કહ્યું આ સામાન્ય ગણિત છે”

Social Share

ચિદમ્બરમે મોદી સરકારના બજેટને વખોળ્યું

5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાને સામાન્ય ગણિત કહ્યું

કહ્યું મોદી સરકારના બજેટમાં મધ્યમ વર્ગને નુકશાન

રોકાણ અને નિકાસનો જ વિકાસ

સામાન્ય માણસની બચતનું શું ?

પૂર્વ નાણા મંત્રી અને કોંગ્રેસના વરિષ્ટ નેતા પી.ચિદમ્બરમે પણ એ વાતનો સ્વીકાર કર્યો છે કે આવનાર પાંચ વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન ડૉલર એટલે કે 5 લાખ કરોડ થઈ જશે, તેમણે જણાવ્યું કે આ સરળતાથી થઈ જશે કારણ કે દર 6-7 વર્ષે દેશની અર્થવ્યવસ્થા ડબલ થઈ જતી હોય છે આ એક સાધારણ ગણિત છે તેમાં કોઈ જ મોટી વાત નથી.

ચિદમ્બરમે વધુમાં કહ્યું હતુ કે 5 ટ્રિલિયન ડૉલર કોઈ ચંદ્રયાન લૉંચ કરવા જેવી વાત નથી તે એક સામાન્ય ગણિત છે.રાજ્યસભામાં ચિદમ્બરમે બજેટ ઉપર ચર્ચા કરતી વખતે કહ્યું કે “ વર્ષ 1991માં ભારતીય અર્થવ્યવસ્થાનુ રૂપ 325 અરબ ડૉલર હતું . વર્ષ 2003-04મા જે વધીને 618 અરબ ડૉલર થયું જ્યારે આવનાર 4 વર્ષમાં તે ફરી બે ગણું થઈ જાયતો નવી વાત નથી અને 2017 સપ્ટેમ્બર સુધી તે બે ગણું થઈને 2.48 ટ્રિલિયન ડૉલર થયું છે જ્યારે આ આંકડો આવનાર પાંચ વર્ષમાં બે ગણો થઈ જશે, આ ગણિત સમજવા માટે પ્રધાન મંત્રી કે કોઈ નાણામંત્રીની જરુરત નથી આ તો કોઈ પણ સાધારણ વ્યક્તિ કહી શેકે છે જે કોઈ મોટી વાત નથી ”


ચીદમ્બરમે પોતાની વાતમાં વધુ ઉમેર્યું હતુ કે નોમિનલ જીડીપીમાં 12 ટકા આસપાસ વધારો છે તેમાં કોઈ પ્રકારની નવાઈ પામે તેવી વાત નથી. આવનારા 5 વર્ષમાં અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન ડૉલરને વટી જ શકે છે, આ ઉપરાંત દેશની અર્થવ્યવસ્થા નબળી છે હું આશા રાખું છુ કે પ્રધાન મંત્રી તેને જાળવી રાખવા યોગ્ય પગલા લેશે અને ભારતની ડીજીપીને 8 થી 10 ટકા તરફ લઈ જવાના સફળ પ્રયત્નો કરશે, તે ઉપરાંત તેમણે કટાક્ષ સાથે કહ્યું હતુ કે આ રજુ થયેલા બજેટમાં લોકોની બચતમાં વધારો થાય તેવું કઈજ જોવા મળી રહ્યું નથી તો પછી વિકાસ કઈ રીતે થશે.
આ ઉપરાંત તેમણે મોદી સરકારના બજેટને લઈને આકરો પ્રહાર કર્યો હતો કે “સરકારે રોકાણ અને નિકાસને વધુ મહત્વ આપ્યુ છે પરંતુ પારીવારીક બચત માટે કઈ કર્યું નથી જેના કારણે મધ્યમ વર્ગને ધણું નુકશાન થયું છે જ્યારે પરીવારમાં જ બચત થશે નહી તો તમે કઈ રીતે ઘરેલું બચતમા વધારો કરી શકશો જો ઘરેલું બચત જ ન થાય તો રોકાણ શક્ય જ નથી તો પછી 8 ટકાનો વિકાસ દર ક્યાથી લાવશો ” આમ પી.ચિદમ્બરમે મોદીના આ વિકાસને માત્ર નિકાસ ્ને રાકાણનું બજેટ કહીને વખોળી કાઢ્યું હતું , સીધી અને સરળ ભાષામાં પોતાનુ ગણિત રજુ કરીને મોદીના વિકાસ બજેટની વાતને વખોળી હતી.

Exit mobile version