Site icon hindi.revoi.in

બજેટ બાબતમાં સરકારમાં જ સેવાઈ રહી છે અસહમતિઃ રોકાણમાં ખોટની શક્યતા

Social Share

એક અધિકારીએ બજેટ પર પોતાનું ગણિત રજુ કર્યું

રોકાણકારો વિદેશ તરફ ડગમાંડે તેવી શક્યાતાઓ

રચાર્જની માઠી અસર પડશે રોકાણ પર

એક અધિકારીએ મોદી સરકારના બજેટને વખોળ્યું

નામ ન આપવાની શર્તે રજુ કર્યા પોતાના બજેટના તર્ક-વિતર્ક

હાલ જ્યારે કેન્દ્રીય સરકારે બજેટ બહાર પાડ્યું છે ત્યારે બજેટને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે, બજેટમાં અમીરો પર વધુ ભાર નાખવાની બાબતે કેન્દ્ર સરકારના લોકોનો જ એક મત જોવા નથી મળતો. આ બાબતે એક મત ન ધરાવનારાઓનું માનવું છે કે છે કે આ બજેટથી વધુ સંપતિ ધરાવનાર લોકો વિદેશ તરફ પ્રસ્થાન કરશે અને વિદેશનો ક્રેઝ વધી જશે. હાલ બજેટનું ધ્યાન દેશમાં સ્થિર પડેલા રોકોણને અનેક ભાગીદારોના માધ્યમથી તેને વેગ મળે, ત્યારે અમીરો પર વધુ સરચાર્જમાં આ વેગને અંત્યત ભિન્ન ગણવામાં આવી રહ્યો છે

એનડીએ સરકારના એક નિર્માતાએ પોતોનું નામ ન આપવાની વાત કરીને ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં કહ્યું કે “સરચાર્જના કારણે રોકાણપર ખુબજ ખરાબ અસર પડી શેક છે, જેનાથી યૂનિકોર્ન એટલે કે ટેક સ્ટાર્ટઅપ કંપનિયો કે જેની માર્કેટ વેલ્યૂ 1 મિલિયન ડોલરથી પણ વધુ છે ,જે નિરાશ થશે આ ઉપરાંત વધુ આવક ધરાવનાર લેકોની સંખ્યા દેશમાં વધવાથી પણ ખરાબ સર થઈ શકે છે ”

આ અધિકારીએ વધુમાં કહ્યું કે “જો આપણે 2 કરોડ રુપિયાથી વધુ કમાણી કરનારા લોકો પર સરચાર્જ લગાવશું તો શક્ય છે કે તે લોકો ભારતમાં રોકાણ ન કરે અને દેશ છોડીને અન્ય દેશમાં રહેવામાટે જતા રહે, હું શા રાખુ છે કે આ પ્રસ્તાવમાં થોડાક બદલાવ આવે જ્યારે નાણાંત્રી સંસદમાં ફાઈનાન્સ બિલ પર જવાબ આપે”

સરકારને આશા છે કે સુપર રિચ શ્રેણીના ટેક્સદાતાઓ પર સરચાર્જ લાગુ કરીને 12 હજાર કરોડની વધારાની આવક મળવા પાત્ર રહેશે જોકે એક એક્સપર્ટે ચેતવણી આપી છે કે આવું ન થતા રોકાણ પર આની માઠી અસર પડશે ,નવા ટેક્સના કારણે રોકાણકારો રોકાણ કરતા પહેલા હવે વિચારશે.

અધિકારીએ વધુમાં ઉમેરતા કહ્યું કે સરકારે નોર્વે જેવા વિકસિત દેશોના ટેક્સની તુલના ન કરવી જોઈએ એના બદલે ભારત સરકારે ચીન ,ઈન્ડોનેશિયા અને સાઉથ કોરીયા જેવા દેશોની સાથે સરખામણી કરવી જોઈએ જે રોકાણકારોને પ્રતિસ્પર્ધાત્મક ટેક્સ દર અપાવે છે , જ્યા સુધી નોર્વેનો સવાલ છે તો ત્યા વ્યક્તિ દિઠ આવકનો દર વધુ છે અને સામાજીક સુરક્ષાનું માળકું ખુબ મોટુ છે અને સાથે રોકાણકારોને કેટલાક ફાયદાઓ પણ ત્યાની સરકાર તરફથી આપવામાં આવે છે જે ભારત દેશમાં નથી,આમ કહી શકાય કે સરકારના આ બજેટને લઈને અંદોર અંદરજ એક સહમતિ જોવા મળતી નથી.

Exit mobile version