Site icon hindi.revoi.in

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણનો મહિમાં જ અનેરો હોય છે-વહેલી સવારે મંદિરમાં ભક્તોનો જમાવડો

Social Share

હાલ સમગ્ર દેશમાં કોરોનાનું સંકટ ચાલી રહ્યું છે ત્યારે આજથી પવિત્ર માસ ગણાતા શ્રાવણ મહિનાનો આરંભ પણ થઈ ચૂક્યો છે,શિવ ભક્તોનો પવિત્ર માસ શ્રાવણનો મહિમાં સોમનાથ મહાદેવના મંદિરમાં અનેરો જોવા મળે છે,પ્રથમ જ્યોતિર્લિંગ ગણાતા સોમનાથમાં આજરોજ વહેલી સવારથી જ ભક્તોએ જમાવડો કર્યો હતો,શિવ ભક્તોએ સોમનાથ દાદાના દર્શન કરવા માટે લાઈન લગાવી હતી.

સોમનાથ મંદિરમાં આમ તો દરવર્ષે  શ્રાવણ માસ ખુબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે,દર વર્ષે અહી મેળાઓ પણ ભરાતા જોવા મળે છે,પરંતુ વૈશ્વિક મહામારી કોરોનાને કારણે આ વર્ષ દરમિયાન સોમનાથ દાદાના મંદિરે શ્રાવણની ઉજવણી કંઈક અલગ રીતે થઈ રહી છે,અહી મોટા પ્રમાણમાં લોકોને દર્શનાઅર્થે આવતા અટકાવવામાં આવ્યા છે,સ્થાનિક લોકોને મંદિરમાં પ્રવેશવાની મંજુરી આપવામાં આવી છે,તે સાથે જ મંદિરમાં પ્રવેશ કરતા પહેલા સેનેટાઈઝરનો ઉપયોગ કરવો,માસ્ક પહેરવું અને લાઈનમાં અતંર જાળવીને ઊભા રહેવું વગેરે નિયમોના પાલન સાથે ભક્તોને દર્શન કરવા દેવામાં આવ્યા છે.જો કે આ વર્ષ દરમિયામ મંદિરમાં પ્રવેશ કરવાનો સમય બદલવામાં આવ્યો છે.

વહેલી સવારથી જ મંદિરો હરહર મહાદેવના નાદથી ગંજી ઉઠ્યા હતા,આજના આ પવિત્ર માસના પહેલા જ દિવસે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર એવા અજયપ્રકાશના હસ્તેથી મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ મહાદેવ મંદિરમાં વહેલી સવારે તેમના હતસ્તે મહાપૂજન કરી શ્રાવણ મહિનાની પૂજા, યજ્ઞ અને બિલ્વપૂજાની શરૂઆત કરવામાં આવી હતી.જેમાં ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા.

જો કે પવિત્ર શ્રાવણ માસ હોવાથી ભક્તોની ભીડએ મોટૂ સ્વરુપ ધારણ કર્યું હતું જેને લઈને પોલીસ દ્રારા દર્શનાર્થે આવનારા લોકોને સમજાવવામાં આવ્યા હતા પોલીસ દ્રારા લાઈનમાં ઊભા રહેલા ભક્તોને કોરોનામાં તેમની શું જવાબદારી છે તે યાદ અપાવવાની ફરજ  પડી હતી,ભક્તોનો પ્રવાહ વધતા તંત્રની ચિંતા વધી હતી જેને લઈને હવે આખા શ્રાવણ માસ દરમિયાન શું કરવું તે માટે આજે સોમનાથ ટ્રસ્ટની એક ખાસ બેઠકનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ બેઠકમાં શ્રાવણ સામને લઈને અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે.

 

સાહીન-

Exit mobile version