1. Home
  2. revoinews
  3. સુરતમાં કોરોનાના કહેરને પગલે હીરા બજારના સેફ વોલ્ટ બંધ કરાયાં
સુરતમાં કોરોનાના કહેરને પગલે હીરા બજારના સેફ વોલ્ટ બંધ કરાયાં

સુરતમાં કોરોનાના કહેરને પગલે હીરા બજારના સેફ વોલ્ટ બંધ કરાયાં

0
  • તા. 20મી જુલાઈએ ફરી ખુલશે
  • બપોરના 2થી 6 વાગ્યા સુધી થશે કામગીરી

અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતમાં કોરોના વાયરસનું સંક્રમણ તેજીથી વધી રહ્યું છે. ત્યારે સુરતમાં કોરોના વાયરસનું સંક્રમણને વધારે ફેલતું અટકાવવા માટે તંત્ર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. ત્યારે જેમ એન્ડ જ્વેલરીએ હીરા બજારના સેફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સેફ વોલ્ટ આગામી તા. 19મી જુલાઈ સુધી બંધ રાખવામાં આવશે. તેમજ આગામી તા. 20મી જુલાઈના રોજ હિરા બજારના સેફ વોલ્ટ શરૂ થશે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં માનગઢ 1 અને 2 તથા ચોક્સી બજાર સ્વૈચ્છિક રીતે તા 19મી જુલાઈ સુધી બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત મીની હીરા બજારમાં આવેલા તમામ સેફ વોલ્ટ બંધ રહેશે. જ્યારે તા. 20મી જુલાઈથી બપોરના 2થી છ વાગ્યા સુધી જ સેફનું કામકાજ શરૂ કરવામાં આવ્યાં છે. આ અંગે હિરાના વેપારીઓને એસએમએસથી પણ જાણ કરવામાં આવી છે. હિરાના સેફ વોલ્ટ બંધ રાખવાના નિર્ણયથી હીરા બજારમાં પણ ચહલપહલ ઓછી રહેશે. તેમજ હીરાના યુનિટો પણ બંધ રહે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં કોરોના મહામારીને પગલે ઓછા હિરા ઉદ્યોગ અને ટેક્સટાઈલ્સ માર્કેટ ખુલ્યાં છે. અનલોકમાં હિરાના કારખાના શરૂ થયા બાદ કેટલાક રત્ન કલાકારોના પોઝિટિવ કેસ આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું. તેમજ હિરા કારખાના કેટલાક દિવસો માટે બંધ કરવામાં આવ્યાં હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.