Site icon hindi.revoi.in

રાજસ્થાનમાં અનેક પ્રકારની પાબંધિઓ યથાવત સાથે 8 જૂન સુઘી લોકડાઉન લંબાવાયું

Social Share

દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોનાની બીજી તરંગ ચાલી રહી છે,વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજસ્થાન સરકારે રાજ્યમાં લોકડાઉન 8મી જૂન સુધી વધાર્યું છે. ખાસ વાત એ છે કે આ વખતે કડકતા પણ વધારી દેવામાં આવી છે. 2 દિવસને બદલે શનિવારથી સોમવાર સુધી 3 દિવસનું કર્ફ્યુ રહેશે. મેડિકલ, દૂધ, ફળો અને શાકભાજી સિવાયની દરેક વસ્તુ ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવશે. લગ્ન પર પ્રતિબંધ 30 જૂન સુધી વધારવામાં આવ્યો છે.

ગૃહ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી નવી માર્ગદર્શિકામાં જૂનાપ્રતિબંધો પણ યથાવત રાખવામાં આવ્યા છે. મનરેગાની કામગીરી શરૂ કરવા માટે ગ્રામીણ વિકાસ વિભાગ એક અલગ આદેશ જારી કરશે. નવી માર્ગદર્શિકા 24 મેથી લાગુ કરાશે. જોકે, આગામી શનિવારથી ત્રણ દિવસીય કર્ફ્યુ અમલી બનાવવામાં આવશે, તેથી 24 મી મેના સોમવાર હોવા છતાં, સોમવારે કર્ફ્યુ રહેશે નહીં.

ખેડુતોને રાહત આપતા સરકારે ખાતર-બિયારણ અને કૃષિ ઉપકરણોની દુકાનોને અઠવાડિયાના બે દિવસને બદલે 4 દિવસ માટે ખુલ્લી રાખવાની મંજૂરી આપી છે. આ દુકાનો મંગળવારથી શુક્રવાર સવારે 6 થી 11 દરમિયાન ખુલી રહેશે.ઓપ્ટિક્સ શોપ મંગળવાર અને શુક્રવારે સવારે 6 થી 11 દરમિયાન ખોલવામાં આવી શકે છે.

સરકારી અનાજની દુકાન  દરરોજ સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી અને મેડિકલ સેવા 24 કલાક ખોલવામાં આવશે. ગાડીઓ, સાયકલ, રિક્ષાઓ, ઓટો રિક્ષાઓ અને મોબાઈલ વાનમાંથી ફળો અને શાકભાજીના વેચાણને સવારે 6 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મંજૂરી આપવામાં આવશે.

Exit mobile version