- મહારાષ્ટ્રના પગલે કેરળ
- કેરળમાં તપાસ પહેલા CBI એ રાજ્ય સરકારવી મંજુરી લેવી જરુરી
થોડા સમય પહેલા મહારાષ્ટ્ર સરકારે સરકાર સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન પર કેટલાક પર્તિબંધ લગાવ્યા હતા ત્યારે હવે કેરળ સરકાર પણ સીબીઆઈ તપાસને લઈને નિયમોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે, હવે સીબીઆઈ જો કેરળમાં કોઈપણ કેસની તપાસ કરવા માંગે છે તો તે માટે પહેલા રાજ્ય સરકાર સમક્ષ તેની પરવાનગી લેવી લેવી પડશે.
મહારાષ્ટ્ર બાદ હવે કેરળ સરકાર સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન પર પ્રતિબંધ લાદનાર છે. હવેથી સીબીઆઈએ કેરળમાં કોઈપણ કેસની કોઈ પણ સ્થળે કે કોઈના પણ સ્થાન પર તપાસ માટે રાજ્ય સરકાર સમક્ષ પરવાનગી લેવી પડશે. આ સમગ્ર બાબકે કેરળ કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે કેરળ સરકાર લાઈફ મિશન હાઉસિંગ પ્રોજેક્ટમાં સીબીઆઈની દખલગીરીને લઈને નારાજ છે, તપાસ કર્યા બાદ આ યોજનાને ચોક્કસ સમટ માટે અટકાવી દેવામાં આવી હતી ત્યાર બાદ કોર્ટ એ લાઈફ મિશનની સીબીઆઈ તપાસને રોકવા માટે હસ્તક્ષેપ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, 21 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્ર સરકારએ એક આદેશ રજુ કર્યો હતો અને જણાવ્યું હતું કે, સીબીઆઈને રાજ્યમાં તપાસ કરવામાં આપવામાં આવેલી પરવાનગી પરત લેવામાં આવી રહી છે,જો સરકારે એમ પણ કહ્યું કે આ નિર્ણયથી તપાસની કામગીરીમાં કોઈ અસર પડશે નહી.પરંતુ જો સીબીઆઈ કોઈ પણ કેસ અંગે તપાસ કરવા માંગે છે તો રાજ્ય સરકારની પરવાનગી લેવાની રહેશે.આ પહેલા આંઘ્રપ્રદેશ અને પશ્વિમબંગાળ સરકાર તરફથી પણ સીબીઆઈને આપવામાં આવેલી ખાસ પરવાનગી પરત લીઘી હતી.
સાહીન-