Site icon hindi.revoi.in

જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા – આતંકીઓના નાપાક ઈરાદાઓ નાકામ કર્યા

Social Share

જમ્મુ-કાશ્મીરના પુલવામા આતંકીઓ અને સુરક્ષદળો વચ્ચે મૂઠભેદની ઘટના સર્જાઈ છે, મળતી માહિતી પ્રમાણે મંગળવારની સવારે મારવાસ વિસ્તારમાં આ અથડામણ સર્જાઈ હતી, કાશ્મીર ઝોનના પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર પોલીસ અને સુરક્ષાદળ આ મોર્ચે સતત વિતેલા દિવસથી જ કાર્યરત છે.

ખીણ વિસ્તારમાં સેનાના જવાનોના વાહનોને ઉડાવવાના ઈરાદો પર પાણી ફળી વળ્યું

ખીણ વિસ્તારોમાં વિતેલા દિવસ સોમવારના રોજ સેનાના જવાનોના વાહનોને ઉડાવાના નાપાક ઈરાદાઓ ફરીથી નાકામિયાબ બન્યા છે, શ્રીનગર બારામુલા હાઈવે પર આતંકવાદીઓએ આઈઈડી પ્લાન્ટ કર્યો હતો, જો કે સમય રહેતા તેને શોધીને નિષ્ક્રિય કરાયો હતો, આ સાથે  જ આતંકવાદીઓના કામને નિષ્ફળ બનાવવામાં સેનાને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.

આતંકવાદીઓએ ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના પટ્ટનમાં કુટા વળાંક  નજીક પુલ પાસે શ્રીનગર-બારામુલ્લા હાઇવે પર આઈઈડી પ્લાન્ટ લગાવ્યો હતો. સવારે રોડ ઓપનિંગ પાર્ટીને શંકાસ્પદ વસ્તુ જોવા મળી આવી હતી. જેને લઈને તરત જ આ માર્ગ વિસ્તારમાં વાહનોની અવરજવર બંધ કરાવી દેવામાં આવી હતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે , આ શંકાસ્પદ વસ્તું આઈઈડી છે ત્યાર બાદ બોમ્બ નિકાલની ટીમને બોલાવીને તેને ડિફ્યુઝ કરવામાં આવી હતી. રોડ ઓપનિંગ પાર્ટીમાં સમાવેસ શ્વાનની મદદથી આઈ.ઈ.ડી.ને શોધવામાં સફળતા મળી હતી.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આતંકીઓએ આ વળાંક પર આઈઈડી લગાવવાનું એટલે પસંદ કર્યુ કે, અહીં સેનાના વાહનોની રફ્તાર ઓછી હોય છે જેથી આતંકીઓ તેમના નાપાક ઈરાદાને સળતાથી અંજામ આપી શકે, ઉત્તર કાશ્મીરમાં સતત આતંકીઓ દ્વારા સેનાના કાફલાને આઈઈડી પ્લાન કરીને નુકાશન પહોંચાડવાના કાવતરા ઘડવામાં આવી રહ્યા છે,પરંતુ સેનાની બાજ નજર અને સતત મહેનત થકી આતંકીઓ પોતાના નાકામ ઈરાદાઓમાં નિષ્ફળ થતા જોવા મળી રહ્યા છે.

સાહીન-

 

 

Exit mobile version