1. Home
  2. revoinews
  3. ભારતમાં ચીની કંપનીઓને વધુ એક ફટકો, હવે હાઈવે પ્રોજેક્ટના કામ કરી શકશે નહીં
ભારતમાં ચીની કંપનીઓને વધુ એક ફટકો, હવે હાઈવે પ્રોજેક્ટના કામ કરી શકશે નહીં

ભારતમાં ચીની કંપનીઓને વધુ એક ફટકો, હવે હાઈવે પ્રોજેક્ટના કામ કરી શકશે નહીં

0

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ભારત દ્વારા ચીનની 59 જેટલા મોબાઈલ એપ્સ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. હવે ભારતમાં કાર્યરત ચીની કંપનીઓને વધુ એક ફટકો પડ્યો છે. ભારતમાં હાઈવે પ્રોજેક્ટમાં ચીનની કંપનીઓ સામેલ થઈ શકશે નહીં એટલું નહીં અન્ય કોઈ કંપની સાથે જોઈન્ટ વેન્ચર બનાવશે તો પણ હાઈવે પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવશે નહીં. એટલું જ નહીં ચીની રોકાણકારોને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો જેવા વિભિન્ન ક્ષેત્રોમાં પણ નિવેશથી કરતા રોકવાનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા હાઈવેના નિર્માણ માટે ચીની ભાગીદારવાળા સંયુક્ત ઉદ્યોગોને મંજૂરી આપવામાં નહીં આવે. આ નિર્ણય નવા પ્રોજેક્ટ પર લાગુ થશે. આમ હવે ભારત સરકારે ચીન સામે વધારે કડક વલણ અપનાવ્યું છે. જો કે, બીજી તરફ કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ભારતીય કંપનીઓને ફાયદો થશે. તેમજ આત્મનિર્ભર અભિયાનને પણ વેગ મળશે.  

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચીમાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન તાજેતરમાં ચીન સેનાએ ભારતીય જવાનો ઉપર હુમલો કર્યો હતો. જેમાં 20 ભારતીય જવાનો શહીદ થયાં હતા. ચીનના આ કૃત્યના પગલા સમગ્ર દેશમાં પડ્યાં હતા. તેમજ દેશની જનતામાં ઉગ્રરોષ ફેલાયો છે. એટલું જ નહીં ચીનની વસ્તુઓના બહિષ્કાર માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ કેન્દ્ર સરકારે પણ ચીનને પાઠ ભણાવવા માટે ભારતમાં કાર્યરત ચીનની કંપનીઓ સામે લાલઆંખ કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.