- આનંદ શુક્લ
ભારત હિંદુ બહુમતી ધરાવતો દેશ છે. પણ હિંદુ દેશ નથી. ભારતના રાજકારણમાં ખુરશીના ખેલે હિંદુઓની પોલિટિકલ યુનિટી સ્થાપિત થવા દીધી નથી. હિંદુઓની પોલિટિકલ યુનિટી નહીં હોવાના કારણે ભારતમાં મુસ્લિમ વોટબેંક એક હકીકત છે અને તેને કારણે જ ભારતની રાજનીતિમાં વ્યૂહાત્મક રીતે રાષ્ટ્રહિતની દ્રઢતાપૂર્વક સુરક્ષા થઈ શકતી નથી. ભારતની પાકિસ્તાન નીતિ, કાશ્મીર મામલે વલણ, મધ્ય-પૂર્વ એશિયાની નીતિ ભારતની મુસ્લિમ વોટબેંકને ધ્યાનમાં રાખીને જ આગળ વધારવામાં આવે છે. તેમાં ભારતના રાષ્ટ્રીય હિતોને બલિ ચઢતા પણ જોવામાં આવ્યા છે. આવા સંજોગોમાં હિંદુઓની પોલિટિકલ યુનિટીના દ્રઢીકરણે એક આશા જગાવે છે. પરંતુ ભારતમાં મુસ્લિમ વોટબેંકની રાજનીતિનો ખેલ મત સમીકરણોના આંટાપાટાથી ચાલી રહ્યો છે. જેના કારણે મુસ્લિમ વોટબેંક પર ગીધ ડોળો માંડીને બેઠેલા રાજકારણીઓ હિંદુ પોલિટિકલ યુનિટી વિખવાની કોશિશ પણ કરી રહ્યા છે. તો હિંદુત્વની વિચારધારાથી સત્તામાં આવનારને પણ મુસ્લિમ વોટબેંકનું રાજકારણ ખેલનારાઓ સામે વળતી રણનીતિક રાહે કેટલીક બાબતો પર આંખ આડા કાન કરવાનો પણ વારો આવી શકે છે.
નીચે આપેલી કેટલીક હકીકતો ભારતના રાજકારણમાં મુસ્લિમ વોટબેંકની રાજનીતિને સમજવા માટે ઉપયોગી થશે.
ભારતનું ધાર્મિક સમીકરણ-
ભારતની કુલ વસ્તી 125 કરોડ થઈ હોવાનું માનવામાં આવે છે. ધર્મના આધારે ભારતની વસ્તીના આંકડા જોઈએ, તો હિંદુઓ 80.5 ટકા છે. જ્યારે મુસ્લિમો દેશની સૌથી મોટી લઘુમતી છે અને તેમનું વસ્તીમાં પ્રમાણ 13.4 ટકા છે. જ્યારે ખ્રિસ્તી ધર્મના લોકોની વસ્તી 2.3 ટકા, શીખ 1.9 ટકા, બૌદ્ધ 0.8 ટકા, જૈન 0.4, અન્ય ધર્મના લાકો 0.6 ટકા અને જેમણે પોતાનો ધર્મ જણાવ્યો નથી તેવા લોકોની સંખ્યા 0.1 ટકા છે.
ભારતનું ધાર્મિક સમીકરણ
ધર્મ | વસ્તીમાં પ્રમાણ% |
હિંદુ | 80.5 |
મુસ્લિમ | 13.4% |
ખ્રિસ્તી | 2.3% |
શીખ | 1.9% |
બૌદ્ધ | 0.8% |
જૈન | 0.4% |
અન્ય | 0.6% |
ધર્મ નહીં જાણવનાર | 0.1% |
રાજ્યવાર મુસ્લિમ વસ્તીની ટકાવારી (%)
ભારતના 28 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશો મળીને કુલ 35 ક્ષેત્રોમાં કોઈપણ વિસ્તાર એવો નથી કે જ્યાં મુસ્લિમ વસ્તી અને મતદાતા ન હોય. ભારતનું મુસ્લિમ રાજકારણ ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, આસામ, જમ્મુ-કાશ્મીર જેવા મુસ્લિમોની ઉંચી ટકાવારી ધરાવતા રાજ્યોમાંથી ચાલી રહ્યું છે. દેશમાં સૌથી વધારે મુસ્લિમો ઉત્તર પ્રદેશમાં રહે છે. જો કે તેમનું ઉત્તર પ્રદેશની કુલ વસ્તીમાં પ્રમાણ 18.5 ટકા છે. આ સિવાય બિહારમાં 16.63 ટકા, કેરળમાં 24.7 ટકા, આસામમાં 30.92 ટકા, પશ્ચિમ બંગાળમાં 25.25 ટકા મુસ્લિમ ધર્મના લોકોની વસ્તી છે. આ સિવાય ગુજરાતમાં 9.06 ટકા, રાજસ્થાનમાં 8.47 ટકા, ઉત્તરાખંડમાં 11.92 ટકા, આંધ્રપ્રદેશમાં 9.17 ટકા, મહારાષ્ટ્રમાં 10.6 ટકા, દિલ્હીમાં 11.72 ટકા, કર્ણાટકમાં 12.23 ટકા, ઝારખંડમાં 13.85 ટકા મુસ્લિમ ધર્મના લોકોની વસ્તી છે. જ્યારે ટકાવારીની દ્રષ્ટિએ કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં સૌથી વધારે 95.47 ટકા મુસ્લિમ વસ્તી છે. તો જમ્મુ-કાશ્મીરમાં 66.97 ટકા મુસ્લિમ વસ્તી છે. જ્યારે અન્ય રાજ્યોમાં મુસ્લિમોની વસ્તી પ્રમાણમાં ઘણી ઓછી છે.
રાજ્યવાર મુસ્લિમ વસ્તીની ટકાવારી (%)
રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ | વસ્તીમાં મુસ્લિમોનું પ્રમાણ(%) |
અંદમાન-નિકોબાર | 8.2% |
આંધ્રપ્રદેશ | 9.17% |
અરુણાચલ પ્રદેશ | 1.88% |
આસામ | 30.92% |
બિહાર | 16.63% |
ચંદીગઢ | 3.95% |
છત્તીસગઢ | 1.97% |
દાદરા-નગરહવેલી | 2.96% |
દમણ-દીવ | 7.76% |
દિલ્હી | 11.72% |
ગોવા | 6.84% |
ગુજરાત | 9.06% |
હરિયાણા | 5.78% |
હિમાચલ પ્રદેશ | 1.97% |
જમ્મુ-કાશ્મીર | 66.97% |
ઝારખંડ | 13.85% |
કર્ણાટક | 12.23% |
કેરળ | 24.7% |
લક્ષદ્વીપ | 95.47% |
મધ્ય પ્રદેશ | 6.37% |
મહારાષ્ટ્ર | 10.6% |
મણિપુર | 8.81% |
મેઘાલય | 4.28% |
મિઝોરમ | 1.14% |
નાગાલેન્ડ | 1.76% |
ઓડિશા | 2.07% |
પોન્ડિચેરી | 6.09% |
પંજાબ | 1.57% |
રાજસ્થાન | 8.47% |
સિક્કિમ | 1.42% |
તમિલનાડુ | 5.56% |
ત્રિપુરા | 7.95% |
ઉત્તર પ્રદેશ | 18.5% |
ઉત્તરાખંડ | 11.92% |
પશ્ચિમ બંગાળ | 25.25% |
લોકસભા બેઠકો પર મુસ્લિમ મતદાતાઓનો પ્રભાવ-
લોકસભાની 543 બેઠકોમાંથી 110 બેઠકો પર મુસ્લિમ મતદાતાઓ ઘણી પ્રભાવી ભૂમિકામાં છે. 30 ટકાથી વધારે મુસ્લિમ મતદાતાઓ ધરાવતી લોકસભાની 35 બેઠકો છે. જ્યારે 21થી 30 ટકા મુસ્લિમોની વસ્તી ધરાવતી 38 લોકસભાની બેઠકો છે. 11થી 20 ટકા સુધી મુસ્લિમ મતોની ટકાવારી ધરાવતી લોકસભાની 145 બેઠકો છે. જ્યારે 5થી 10 ટકા મુસ્લિમ મતદાતાઓ ધરાવતી લોકસભાની 183 બેઠકો છે. જ્યારે 5 ટકાથી ઓછા મુસ્લિમ મતદાતાઓ ધરાવતી 142 લોકસભાની બેઠકો છે.
લોકસભા બેઠકો પર મુસ્લિમ મતદાતાઓનો પ્રભાવ
મુસ્લિમ મતદાતાઓનું પ્રમાણ(%) | લોકસભાની બેઠકની સંખ્યા |
30 %થી વધારે | 35 |
21થી 30 % | 38 |
11થી 20% | 145 |
5થી 10 % | 183 |
5%થી ઓછા | 142 |
કુલ | 543 |
30%થી વધારે મુસ્લિમ મતદાતાઓ ધરાવતી બેઠકો
30 ટકાથી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતી કુલ 46 બેઠકો હોવાનો અંદાજો છે. તેમાંથી જમ્મુ-કાશ્મીરમાં 5, ઉત્તર પ્રદેશમાં 13, બિહારમાં 4, આસામમાં 4, પશ્ચિમ બંગાળમાં 11, આંધ્રપ્રદેશમાં 2, કેરળમાં 6 અને લક્ષદ્વીપમાં એક બેઠક છે.
30%થી વધારે મુસ્લિમ મતદાતાઓ ધરાવતી બેઠકો
રાજ્ય | બેઠક |
જમ્મુ-કાશ્મીર | 5 |
ઉત્તર પ્રદેશ | 13 |
બિહાર | 4 |
આસામ | 4 |
પશ્ચિમ બંગાળ | 11 |
આંધ્રપ્રદેશ | 2 |
કેરળ | 6 |
લક્ષદ્વીપ | 1 |
જમ્મુ-કાશ્મીર-
જમ્મુ-કાશ્મીરમાં આવી 6 બેઠકો છે. બારામુલ્લામાં 97 ટકા, શ્રીનગરમાં 90 ટકા, અનંતનાગમાં 95 ટકા, લડાખમાં 46 ટકા, ઉધમપુરમાં 31 ટકા મુસ્લિમ મતદાતાઓ છે.
બેઠક | મુસ્લિમ મતદાતા % |
બારામુલ્લા | 97% |
શ્રીનગર | 90% |
અનંતનાગ | 95% |
લડાખ | 46% |
ઉધમપુર | 31% |
ઉત્તર પ્રદેશ-
ઉત્તર પ્રદેશમાં 30 ટકાથી વધારે મુસ્લિમ મતદાતાઓ ધરાવતી 13 બેઠકો છે. બિઝનૌરમાં 38.33 ટકા, અમરોહામાં 37.50 ટકા, મુરાદાબાદ 44.78 ટકા, રામપુર 49.14 ટકા, મેરઠ 30.86 ટકા, મુઝફ્ફરનગર 36.94 ટકા, કેરાના 38.53 ટકા, સહારનપુર 39.11 ટકા, સંભલ 45.54 ટકા, નગીના 41.71 ટકા, બહરાઈચ 34.83 ટકા, બરેલી 33.89 ટકા અને શ્રાવસ્તીમાં 31.34 ટકા મુસ્લિમ મતદાતાઓ છે.
લોકસભા બેઠક | મુસ્લિમ મતદાતા % |
બિઝનૌર | 38.33% |
અમરોહા | 37.50% |
મુરાદાબાદ | 44.78% |
રામપુર | 49.14 % |
મેરઠ | 30.86% |
મુઝફ્ફરનગર | 36.94% |
કેરાના | 38.53% |
સહારનપુર | 39.11% |
સંભલ | 45.54% |
નગીના | 41.71% |
બહરાઈચ | 34.83% |
બરેલી | 33.89% |
શ્રાવસ્તી | 31.34% |
બિહાર-
બિહારમાં 30 ટકાથી વધારે મુસ્લિમ મતદાતાઓ ધરાવતી 4 બેઠકો છે. અરરિયામાં 41.14 ટકા, કિશનગંજમાં 56.66 ટકા, કટિહારમાં 42.53 ટકા અને પૂર્ણિયામાં 37.85 ટકા મુસ્લિમ મતદાતાઓ છે.
લોકસભા બેઠક | મુસ્લિમ મતદાતા % |
અરરિયા | 41.14% |
કિશનગંજ | 56.66% |
કટિહાર | 42.53% |
પૂર્ણિયા | 37.85% |
આસામ-
આસામમાં 30 ટકાથી વધારે મુસ્લિમ મતદાતાઓવાળી 4 બેઠકો છે. આસામની કરીમગંજ બેઠક પર 45 ટકા, ધુબરીમાં 56 ટકા, બારપેટામાં 39 ટકા અને નાગાંવમાં 33 ટકા મુસ્લિમ મતદાતાઓ છે.
લોકસભા બેઠક | મુસ્લિમ મતદાતા % |
કરીમગંજ | 45% |
ધુબરી | 56% |
બારપેટા | 39% |
નાગાંવ | 33% |
પશ્ચિમ બંગાળ-
પશ્ચિમ બંગાળમાં 30 ટકાથી વધારે મુસ્લિમ મતો ધરાવતી 11 બેઠકો છે. પશ્ચિમ બંગાળના રાયગંજમાં 47.36 ટકા, માલદા ઉત્તરમાં 49.73 ટકા, માલદા દક્ષિણમાં 53.46 ટકા, જાંગીપુરમાં 63.67 ટકા, મુર્શિદાબાદમાં 58.31 ટકા, બહરમપુરમાં 63.67 ટકા, ડાયમંડ હાર્બરમાં 33.24 ટકા, બીરભૂમમાં 35.08 ટકા, જાદવપુરમાં 33.24 ટકા, જયનગરમાં 33.24 ટકા, મથુરાપુરમાં 33.24 ટકા મુસ્લિમ મતદાતાઓ છે.
લોકસભા બેઠક | મુસ્લિમ મતદાતા % |
રાયગંજ | 47.36% |
માલદા ઉત્તર | 49.73% |
માલદા દક્ષિણ | 53.46% |
જાંગીપુર | 63.67% |
મુર્શિદાબાદ | 58.31% |
બહરમપુર | 63.67% |
ડાયમંડ હાર્બર | 33.24% |
બીરભૂમ | 35.08% |
જાદવપુર | 33.24% |
જયનગર | 33.24% |
મથુરાપુર | 33.24% |
આંધ્રપ્રદેશ-
આંધ્રપ્રદેશમાં 30 ટકાથી વધારે મુસ્લિમ મતદાતાઓ ધરાવતી 2 બેઠકો છે. હૈદરાબાદની બેઠક પર 41.17 ટકા અને સિકંદરાબાદની બેઠક પર 41.17 ટકા મુસ્લિમ મતદાતાઓ છે.
લોકસભાની બેઠક | મુસ્લિમ મતદાતા % |
હૈદરાબાદ | 41.17% |
સિકંદરાબાદ | 41.17% |
કેરળ-
કેરળમાં 30 ટકાથી વધારે મુસ્લિમ મતદાતાઓ ધરાવતી 6 બેઠકો છે. કેરળના કાસરગોડની 32.54 ટકા, કોઝિકોડમાં 37.47 ટકા, મલપ્પુરમમાં 68.53 ટકા, પોન્નાનીમાં 64 ટકા, બાયનાડમાં 57.98 ટકા, વાયનાડમાં 57.98 ટકા અને વડાકરામાં 34.70 ટકા મુસ્લિમ મતદાતાઓ છે.
લોકસભા બેઠક | મુસ્લિમ મતદાતા % |
કાસરગોડ | 32.54% |
કોઝિકોડ | 37.47% |
મલપ્પુરમ | 68.53 % |
પોન્નાની | 64% |
બાયનાડ | 57.98% |
વાયનાડ | 57.98% |
વડાકરા | 34.70% |
વાયનાડ લોકસભા બેઠક નવા સીમાંકનમાં અસ્તિત્વમાં આવી છે.
લક્ષદ્વીપ-
લક્ષદ્વીપની
એકમાત્ર લોકસભાની બેઠક પર મુસ્લિમ મતદાતાઓનું પ્રમાણ 95.47 ટકા છે.
લોકસભા બેઠક | મુસ્લિમ મતદાતા % |
લક્ષદ્વીપ | 95.4 % |
પક્ષવાર મુસ્લિમ મતદાતાઓનો ટ્રેન્ડ (%)
મુસ્લિમ મતદાતાઓ પરંપરાગત રીતે કોંગ્રેસની વોટબેંક ગણાય છે. જો કે 1992માં અયોધ્યા ખાતે બાબરી ઢાંચાને ધ્વસ્ત કરાયાની ઘટના બાદ મુસ્લિમો કોંગ્રેસથી દૂર થવા લાગ્યા. તેમ છતાં બાબરી ધ્વંસ પછી યોજાયેલી લોકસભાની પાંચ ચૂંટણીના આંકડા જોઈએ, તો કોંગ્રેસને 1996માં 32 ટકા, 1998માં 32 ટકા, 1999માં 40 ટકા, 2004માં 36 ટકા અને 2009માં 38 ટકા, 2014માં 37.6% મુસ્લિમ મત મળ્યા હતા. જ્યારે મુસ્લિમ મતો પોતાની તરફ ખેંચવા માટે આકાશ-પાતાળ એક કરી રહેલા અને સદભાવના મિશનનું પત્તુ ખેલનારા મોદી અને ભાજપથી તેમની હિંદુત્વવાદી છબીને કારણે મુસ્લિમ મતદાતાઓ દૂર રહે છે. જો કે ગુજરાતમાં છેલ્લા કેટલાંક વખતથી ખુદ મોદી કહે છે કે ભાજપને મુસ્લિમ મતદાતાઓ પસંદ કરવા લાગ્યા છે. પરંતુ છેલ્લી પાંચ લોકસભાની ચૂંટણીના આંકડા જોઈએ તો ભાજપને 1996માં માત્ર 2 ટકા, 1998માં 5 ટકા, 1999માં 6 ટકા, 2004માં 7 ટકા અને 2009માં 4 ટકા, 2014માં 8.5% મુસ્લિમ મત મળ્યા છે. ભાજપને છેલ્લી પાંચ લોકસભા ચૂંટણીમાં કુલ મુસ્લિમ મતોના 7 ટકાથી વધારે મત મળ્યા નથી. જ્યારે પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને કેરળમાં પ્રભાવ ધરાવતા ડાબેરી પક્ષોને 1996માં 13 ટકા, 1998માં 8 ટકા, 1999માં 10 ટકા, 2004માં 9 ટકા, 2009માં 12 ટકા અને 2014માં 6.4% મુસ્લિમ મત મળ્યા હતા. તો બાબરી ધ્વંસ બાદ મુસ્લિમ મતોનો સૌથી વધારે ફાયદો ઉત્તર પ્રદેશમાં પ્રભાવ ધરાવતી સમાજવાદી પાર્ટીને થયો. મુલાયમસિંહ યાદવની અધ્યક્ષતાવાળી સમાજવાદી પાર્ટીને 1996માં છેલ્લી પાંચ લોકસભા ચૂંટણીમાં સૌથી વધારે 25 ટકા મત મળ્યા હતા. જ્યારે 1998માં સમાજવાદી પાર્ટીને 19 ટકા, 1999માં માત્ર 11 ટકા, 2004માં 15 ટકા અને 2009માં બાબરી ધ્વંસની ઘટના વખતે યૂપીના મુખ્યમંત્રી રહેલા અને બાદમાં ભાજપ છોડનારા કલ્યાણસિંહને સમાજવાદી પાર્ટીમાં લેવાથી તેને મળેલા મુસ્લિમ મતોની ટકાવારી માત્ર 10 ટકા થઈ હતી. જ્યારે સમાજવાદી પાર્ટીને 2014માં 11.2 ટકા મુસ્લિમ વોટ મળ્યા હતા. જ્યારે 2014માં બીએસપીને 3.7 ટકા અને આમ આદમી પાર્ટીને 2.3 ટકા મુસ્લિમ વોટ પ્રાપ્ત થયા હતા.
પક્ષ | 1996 | 1998 | 1999 | 2004 | 2009 | 2014 |
કોંગ્રેસ | 32% | 32% | 40% | 36% | 38% | 37.6% |
ભાજપ | 2% | 5% | 6% | 7% | 4% | 8.5% |
ડાબેરીઓ પક્ષો | 13% | 8% | 10% | 9% | 12% | 6.4% |
સમાજવાદી પાર્ટી | 25% | 19% | 11% | 15% | 10% | 11.2% |
યુપીમાં મુસ્લિમ વોટર્સનું વલણ
યુપીમાં 2009માં 25 ટકા અને 2014માં 11 ટકા મુસ્લિમ વોટર્સે કોંગ્રેસને મત આપ્યા હતા. 2009માં છ ટકા અને 2014માં 10 ટકા મુસ્લિમ વોટર્સે ભાજપને વોટ કર્ય હતો. 2009માં યુપીમાં બીએસપીને 18 ટકા અને 2014માં પણ 18 ટકા મુસ્લિમોએ વોટ આપ્યા હતા. જ્યારે સમાજવાદી પાર્ટીને 2009માં 30 ટકા અને 2014માં 58 ટકા મુસ્લિમ વોટરોએ વોટ આપ્યા હતા.
પક્ષ 2009 2014
કોંગ્રેસ 25% 11%
ભાજપ 6% 10%
બીએસપી 18% 18%
એસપી 30% 58%
સીએસડીએસ પ્રમાણે, 2009માં ભાજપને ત્રણ ટકા મુસ્લિમોએ વોટ કર્યો હતો. 2014 પહેલા ભાજપને સૌથી વધુ સાત ટકા મુસ્લિમોનું સમર્થન 2004માં પ્રાપ્ત થયું હતું. 1998માં પાંચ ટકા અને 1999માં છ ટકા મુસ્લિમોએ વોટ ભાજપને આપ્યા હતા. જો કે એ સાચું છે કે 2014માં રાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ 37.6 ટકા મુસ્લિમ વોટ કોંગ્રેસને મળ્યા હતા. જો કે યુપીમાં 58 ટકા મુસ્લિમ મતદાતાઓએ સમાજવાદી પાર્ટીમાં પોતાનો ભરોસો વ્યક્ત કર્યો હતો.
લોકસભામાં મુસ્લિમ સાંસદોનું પ્રમાણ-
ભારતીય લોકસભામાં 543 બેઠકો માટે ચૂંટણી થાય છે, જ્યારે 2 સાંસદોની રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે. એટલે કે લોકસભામાં 545 સાંસદો હોય છે. જો કે 1952ની પહેલી ચૂંટણીથી 2009ની 15મી લોકસભા ચૂંટણી દરમિયાન મુસ્લિમોને તેમની વસ્તીના પ્રમાણમાં ઘણું ઓછું પ્રતિનિધિત્વ મળતું હોવાનો મુદ્દો ધર્મનિરપેક્ષતાના નામે રાજકારણ ખેલનારા પક્ષો અને મુસ્લિમ નેતાઓ દ્વારા ઉઠાવવામાં આવે છે. જો 15 લોકસભા ચૂંટણીમાં મુસ્લિમ સાંસદોની સંખ્યા જોઈએ, તો આ મુદ્દામાં તથ્ય દેખાય છે. 1980ની ચૂંટણીમાં 49 મુસ્લિમ સાંસદો હતા અને તેમનું લોકસભામાં પ્રતિનિધિત્વ 10 ટકા હતું. જે અત્યાર સુધીની લોકસભા ચૂંટણીમાં સૌથી વધારે છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં મુસ્લિમ સાંસદોની ટકાવારી 1952ની ચૂંટણીના પ્રમાણ કરતા પણ ઓછી હતી.
લોકસભામાં મુસ્લિમ સાંસદોનું પ્રમાણ
વર્ષ મુસ્લિમ સાંસદ પ્રમાણ
1952 21 4.29%
1957 24 4.86%
1962 23 4.66%
1967 29 5.58%
1971 30 5.79%
1977 34 6.27%
1980 49 9.26%
1984 46 8.49%
1989 33 6.24%
1991 28 5.24%
1996 28 5.16%
1998 29 5.34%
1999 32 5.89%
2004 36 6.63%
2009 30 5.52%
2014 22 4.05%
(નોંધ- મુસ્લિમ સાંસદોનું પ્રમાણ યોજાયેલી ચૂંટણીના બેઠકોના પ્રમાણમાં છે.)
ભાજપની સફળતાનું કારણ ભારતમાં હિંદુઓની પોલિટિકલ યુનિટી છે. જો કે હજીપણ હિંદુઓની પોલિટિકલ યુનિટી આવી નથી અને જે છે તેને વિભાજીત કરી શકાય છે, તેવો કથિત સેક્યુલર પાર્ટીઓને વિશ્વાસ છે. જો હિંદુ પોલિટિકલ યુનિટી સ્થાપિત થવાનું સાબિત થાય છે, તો હિંદુ પોલિટિકલ યુનિટી પર મોનોપોલીની રાજનીતિ પણ ચાલે છે. આનો સીધો અર્થ હિંદુઓએ સામાજીક, સાંસ્કૃતિક, આર્થિક સ્તરે મજબૂત થઈને રાજકીય રીતે પરિપક્વતા પણ સાબિત કરીને મોનોપોલીનું રાજકારણ ખેલનારાઓને પણ રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને કાબુમાં રાખવા પડશે અને રાષ્ટ્રવાદી- હિંદુત્વવાદી એજન્ડાના અમલીકરણની લડત લોકતાંત્રિક રાહે તથા ડાયલોગના માધ્યમથી ચાલુ જ રાખવી પડશે.