1. Home
  2. revoinews
  3. ગુજરાતમાં વિદ્યાર્થીઓને મળશે રાહત, ધો-9થી 12ના અભ્યાસક્રમમાં કરાશે ઘટાડો
ગુજરાતમાં વિદ્યાર્થીઓને મળશે રાહત, ધો-9થી 12ના અભ્યાસક્રમમાં કરાશે ઘટાડો

ગુજરાતમાં વિદ્યાર્થીઓને મળશે રાહત, ધો-9થી 12ના અભ્યાસક્રમમાં કરાશે ઘટાડો

0
  • વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી કોર્સમાં કરાશે ઘટાડો
  • CBSEએ ચાલુ વર્ષે 30 ટકા અભ્યાસક્રમનો કર્યો ઘટાડો

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીને પગલે શાળા-કોલેજમાં હાલ શૈક્ષણિક કાર્ય બંધ છે. જેથી વિદ્યાર્થીઓના અભ્યાસને પણ અસર પડી રહી છે. વિદ્યાર્થીઓના ભણતરીને અસર ન પડે તે માટે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ વાલીઓ ઓનલાઈન શિક્ષણનો વિરોધ કરી રહ્યાં છે. દરમિયાન CBSEએ ચાલુ વર્ષે ધો-9થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કર્યો હતો. હવે ગુજરાતમાં શિક્ષણ વિભાગે પણ ધો-9થી 12ના અભ્યાસક્રમમાં ઘટાડાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. આમ રાજ્યના લગભગ 36 લાખ વિદ્યાર્થીઓને રાહત મળશે.

રાજ્યનું શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓના હિત અને ભવિષ્યને ધ્યાને દરેક ધોરણોમાં મુદ્દા અને ચેપ્ટરનો ઘટાડો કરાશે. શિક્ષણ મંત્રીએ કોર્સ ઘટાડવાને લઇને શિક્ષણ તજજ્ઞો સાથે ઓનલાઇન મિટિંગો કરી હતી. તમામ એક્સપર્ટની વાતોને ધ્યાને લઇને શિક્ષણ વિભાગ આવનારા સમયમાં કેટલા ટકા અને ક્યા મુદ્દાઓ ઘટાડાશે તેની માહિતી જાહેર કરશે. શિક્ષણ વિભાગ દ્વારા આગળના ધોરણ સાથે જોડાયેલા મુદ્દાઓનો કાપ નહીં મુકાય. તેમજ વિદ્યાર્થીની દરેક બાબત પર પૂરતી તકેદારી રાખવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના મહામારીને પગલે છેલ્લા ચારેક મહિનાથી શાળા-કોલેજો બંધ છે. હાલ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પરંતુ વિદ્યાર્થીઓમાં સંક્રમણ ન ફેલાય તે માટે શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે. જો કે, વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.