1. Home
  2. revoinews
  3. ગુજરાતમાં કોરોના વાયરસના નવા 510 પોઝિટિવ કેસ નોંધાયાં
ગુજરાતમાં કોરોના વાયરસના નવા 510 પોઝિટિવ કેસ નોંધાયાં

ગુજરાતમાં કોરોના વાયરસના નવા 510 પોઝિટિવ કેસ નોંધાયાં

0
  • 24 કલાકમાં 348 દર્દીઓ થયાં સાજા
  • અત્યાર સુધીમાં 3 લાખથી વધારે કરાયાં ટેસ્ટ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં 510 નવા પોઝિટિવ કેસ નોંધાયાં છે. અમદાવાદમાં સૌથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં હતા. દરમિયાન 348 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં હતા. રાજ્યમાં કોરોના મહામારીમાં 31 દર્દીના મોત થયા છે. આમ રાજ્યમાં કોરોના મહામારીમાં કુલ મૃત્યુઆંક 1592 થયો છે.

રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં હતા. અમદાવાદમાં 317, સુરતમાં 82, વડોદરામાં 43, ગાંધીનગરમાં 11, ભરૂચમાં 9, જામનગરમાં 7, આણંદમાં 6, અરવલ્લી, પાટણમાં 5-5, ભાવનગરમાં 4, બનાસકાંઠા, નવસારીમાં 3-3, સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લીમાં 2-2 જ્યારે રાજકોટ, બોટાદ, ખેડા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, નર્મદા, મોરબીમાં 1-1 અને અન્ય રાજ્યમાં 2 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત અમદાવાદમાં 22, સુરતમાં 6, જ્યારે પાટણ, છોટા ઉદેપુર અને ગાંધીનગરમાં 1-1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 389 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં હતા. અમદાવાદમાં 281, સુરતમાં 53, ગાંધીનગરમાં 15, વડોદરામાં 14, આણંદમાં 7, બનાસકાંઠા, નવસારી, પાટણમાં 3-3, અરવલ્લી, ખેડા, વલસાડમાં 2-2, ભાવનગર, દાહોદ, પોરબંદર અને સાબરકાંઠામાં 1-1 દર્દીએ સાજા થયાં હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.