Site icon hindi.revoi.in

ગુજરાતમાં કોરોનાને હરાવીને 1.92 લાખ દર્દીઓ થયાં સાજા, રિકવરી રેટ 91.06 ટકા

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન 24 કલાકના સમયગાળામાં કોરોના વાયરસના વધારે 1477 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જો કે, રાહતની વાત એ છે કે, 1547 જેટલા દર્દી સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં હતા. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,92,368 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 91.06 ટકા થઇ ચુક્યો છે.

ગુજરાતમાં દિવાળીના તહેવારો બાદ ફરી એકવાર કોરોના વાયરસના કેસ વધતા તંત્ર હરકતમાં આવ્યું હતું. તેમજ પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગ પણ વધારવામાં આવ્યું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 78,94,467 ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલની સ્થિતિએ રાજ્યભરમાં 5.26 લાખ લાખ લોકો હોમ ક્વોરન્ટાઈન છે. બીજી તરફ હાલ 14,885 એક્ટિવ કેસ છે. જે પૈકી 81 દર્દી વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાને કારણે 15 વ્યક્તિઓના મોત થયાં હતા. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં આ મહામારીમાં ચાર હજારથી વધારે લોકોના મોત થયાં છે.

Exit mobile version