Site icon hindi.revoi.in

ડાંગના વાતાવરણમાં પલટોઃ વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ

Social Share

ડાંગઃ  જિલ્લામાં અસહ્ય ઉકળાટ સાથે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ગુરૂવારે વાતાવરણમાં અચાનક પલટો આવતાં સાપુતારા સહિત તળેટીય વિસ્તારમાં ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.

ડાંગ જિલ્લામાં ગત ત્રણ દિવસથી  ઉકળાટ સાથે વાદળછાયું વાતાવરણ  સર્જાયુ હતુ. જિલ્લામાં હાલ હિટ વેવ અને કોરોનાનાં કેસોમાં ભારેભરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી કમોસમી માવઠાનાં કારણે ડાંગ જિલ્લાનાં ખેડૂતો ચિંતાતુર બન્યાં છે.   વાતાવરણમાં આચનક પલટો આવી જતાં વિજળીના કડાકા ભડાકા સાથે સાપુતારા સહિત તળેટીય વિસ્તારમાં ભારે વરસાદ વરસી ગયો હતો.

ડાંગ જિલ્લામાં હાલ ઉનાળાના કારણે હિટ વેવની ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે, ત્યારે આ ગરમી ભર્યા વાતાવરણ વચ્ચે અચાનક કમોસમી વરસાદ વરસી જતાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. સાપુતારા સહિત શામગહાન, બારીપાડા, મુરબી, નડગચોન્ડ, નિમબારપાડા ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડ્યો હતો. ડાંગ જિલ્લામાં  સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

કોરોના મહામારી અને જિલ્લામાં વધતાં કેસોને લઈ બપોરના 2.00 વાગ્યાં બાદ કરફ્યુ જેવો માહોલ સર્જાયો છે.  અચાનક ભારે વરસાદ વરસતા ગિરિમથક સાપુતારા સહિત મહારાષ્ટ્રના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં ઠંડકમય વાતાવરણ બની જવા પામ્યું હતું.

Exit mobile version