Site icon Revoi.in

અમેરીકા સહીતના દેશમાં રામ મુદ્રાનું ચલણ-નોટો પર બિરાજમાન છે રામ ભગવાન

Social Share

આજે સમગ્ર દેશ રામની ભક્તિમાં લીન બન્યો છે,દેશ બહાર પણ વસતા હિન્દુસ્તાનીઓ માટે આજનો આ દિવસ ખાસ રહ્યો છે,પીએમ મોદીના હસ્તે રામ મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું અને મંદિરનો શિલાન્યાસ ચાંદીની ઈંટોથી કરવામાં આવ્યો છે,આ ઐતિહાસિક પળની લોકો વર્ષઓથી રાહ જોતા હતા જેનો આજે અંત આવ્યો છે.

ભગવાન રામને ચાહનારો અને માનનારો વર્ગ માત્ર ભારતમાં જ નથી પરંતુ દેશની બહાર પણ રામ ભગવાનના ભક્તો છે,ત્યારે અમેરીકામાં તો એક વિસ્તારમાં ભગવાન રામના નામની ચલણી નોટો પણ જોવા મળે છે.

વાત જાણે એમ છે કે,વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકા દેશના રાજ્ય આયોવાની એક સોસાયટીમાં રામની મુદ્રા ચાલે છે.આ સમગ્ર વિસ્તારમાં અમેરિકન ઈન્ડિયન જનજાતિ આયવેના લોકો વસવાટ કરી રહ્યા છે. અમેરિકાની આ સોસાયટીના લોકો મહર્ષિ મહેશ યોગીને માને છે. મહર્ષિ વૈદિક સિટીમાં વસેલા તેમના અનુયાયી કાર્યોના બદલામાં રામની આ મુદ્રામાં લેવડ દેવડ કરે છે.

વર્ષ 2002માં ધ ગ્લોબલ કન્ટ્રી ઓફ વર્લ્ડ પીસ નામની એક સંસ્થાએ આ મુદ્વાને ઈસ્યુ કરી હતી અને તેમના સમર્થકોમાં વહેંચી હતી. જયારે “Let it be” ગાનાર બીટલ્સના સભ્ય કરિયર દરમિયાન કામ છોડીને ભારત પ્રવાસે આવ્યા હતા તેમણે મહેશ યોગીની સાથે વધુ પડતો  સમય વિતાવ્યો હતો. ત્યારબાદ યોગીની પ્રસિદ્ધિ ધીમે ધીમે વધતી રહી હતી. મહર્ષીનો છેલ્લો સમય એમ્સટર્ડમ પાસે એક નાના ગામમાં રહ્યા હતા. ત્યાં સુધી યોગ, ધ્યાન અને આયુર્વેદિક નિદાનની તેમની રીત દુનિયામાં લોકપ્રિય થઈ ચૂકી હતી.

24 ફેબ્રુઆરી 2002થી રામ મુદ્રાની લેવડદેવડની શરૂઆત કરવામાં હતી. વૈદિક સિટીના આર્થીક અને સાંસ્કૃતિક વિકાસના વેગ માટે અમેરિકી સિટી કાઉન્સિલ અને મુદ્રાના સ્વીકારને સ્વીકાર કર્યો પરંતુ તેને લીગલ ટેન્ડર નહોતું  આપ્યું. જોકે, અમેરિકાના 35 રાજ્યોમાં રામ ઉપર આધારીત બોન્ડ ચાલે છે.

જો કે અહી સત્તાવાર રીતે આ ચલણને ગણના કરાવામાં નથી આવી,જો કે તેમ છત્તા આ મુદ્રા એક ખાસ સર્કલમાં વપરાય છે, અમેરિકા અને નેધરલેન્ડ આ બન્ને દેશામાં ચલણમાં પણ છે.આ મુજબ એક રામ મુદ્રાની કિંમત 10 અમેરિકન ડૉલર નક્કી કરવામાં આવી છે. આ રીતે 3 નોટોનું મુદ્રણ કરવામા આવ્યું છે.

આમ જો જે નોટો પર 1 રામ હોય તેનું મૂલ્ય 10 ડૉલર નક્કી છે, જેના પર 2 રામ તેનું મુલ્ય 20 ડૉલર અને જેના પર 3 રામ તેની કિંમત 20 અમેરિકન ડૉલર બરાબર છે. અહીના વિસ્તારના આશ્રમમાં આ ચલણ ચાલી રહ્યું છે અને જ્યારે બહાર વાપરવા માટે તેને ડોલરના રુપમાં વટચાવી લેવામાં આવે છે

આશ્રમની અંદર સભ્યો આ નોટનો ઉપયોગ કરે છે. આશ્રમની બહાર જવા ઉપર રામ મુદ્રાના મૂલ્યની બરોબર ડોલર લઇ લે છે. જોકે, નેધરલેન્ડમાં રામ મુદ્દાને સત્તાવાર માન્યતા મળી છે. અહીં રામની એક તસવીરના બદલે 10 યુરો મળે છે. મીડિયાના એક રિપોર્ટમાં જણાવાયું હતું કે, ડચ સેન્ટ્રલ બેન્ક અનુસાર આ સમયે નેધરલેન્ડમાં લગભગ એક લાખ રામ મુદ્રા ચલણમાં છે. લોકો આ મુદ્દાને જમા કરાવીને આ મુદ્રાના બદલે 10 યુરો લઇ શકે છે

સાહીન-