Site icon hindi.revoi.in

બાલાકોટ પહેલા પણ પાકિસ્તાન સામે કરી હતી એરસ્ટ્રાઈક : ભારતીય વાયુસેના

Social Share

ભારતીય વાયુસેનાએ દાવો કર્યો છે કે કારગીલ યુદ્ધ બાદ એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. ભારતીય વાયુસેનાએ દાવો કર્યો છે કે બાલાકોટ પહેલા પણ પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. વાયુસેનાનો દાવો છે કે 2002માં પણ એલઓસી ક્રોસ કરવામાં આવી હતી.

ભારતીય વાયુસેનાએ દાવો કર્યો છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના કેલ સેક્ટરમાં વાયુસેનાએ એરસ્ટ્રાઈક કરી હતી. આ એરસ્ટ્રાઈકમાં મિરાજ યુદ્ધવિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

દાવો કરવામાં આવ્યો છે કે આ એરસ્ટ્રાઈકમાં લેઝર ગાઈડેડ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે 2 ઓગસ્ટ-2002ના રોજ એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી. પીઓકેમાં એરસ્ટ્રાઈક દરમિયાન આતંકવાદી ઠેકાણાને નેસ્તોનાબૂત કરવામાં આવ્યું હતું. વાયુસેનાએ આ જાણકારી મધ્યપ્રદેસ ખાતે ગ્વાલિયરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપી છે.

આના પહેલા ક્યારેય આવા ઓપરેશન સંદર્ભે જણાવવામાં આવ્યું ન હતું. જો કે સોમવારે જણાવવામાં આવ્યું કે ભારતીય વાયુસેનાએ 2 ઓગસ્ટ -2002ના રોજ પીઓકેમાં ત્રણથી ચાર કિલોમીટર અંદર જઈને એરસ્ટ્રાઈક કરીને આતંકવાદી ઠેકાણાને બરબાદ કર્યું તું. સંસદ પર હુમલા બાદ 2002માં ઓપરેશન પરાક્રમ દરમિયાન આ એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી.
જણાવવામાં આવે છે કે 29 જૂન-2002ના રોજ ખબર પડી કે પીઓકેની અંદર કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ થઈ રહી છે. તેના પછી પહેલી જૂને આ વિસ્તારની રેકી કરવામાં આવી અને 2 જૂને ગાઈડેડ બોમ્બથી એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી. વિમાનોએ ગ્વાલિયર એરબેસથી ઉડાણ ભરી હતી.

મહત્વપૂર્ણ છે કે સોમવારે કારગીલ વિજય દિવસને 20 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ પ્રસંગે મધ્યપ્રદેશના ગ્વાલિયરના મહારાજપુરા એરફોર્સ સ્ટેશન પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન એક પ્રેસ કોન્ફરન્સમાં વાયુસેના દ્વારા 2002માં કરવામાં આવેલી એર સ્ટ્રાઈકની જાણકારી આપવામાં આવી હતી.

Exit mobile version