Site icon hindi.revoi.in

પાકિસ્તાનના એક બાળકની ઈમરાન ખાનને સલાહઃકાશ્મીરને છોડો, દેશની કથળેલી સ્થિતી સુધારો

Social Share

જમ્મુ કાશ્મીરમાંથી ખાસ દરજ્જો હટાવી લેવાની બાબત પર ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે,પાકિસ્તાન છેલ્લા ઘણા સમયથી કાશ્મીરના મુદ્દાને લઈને ભારતની નિંદા કરી રહ્યું છે,તે ઉપરાંત પાકિસ્તાની પ્રધાનમંત્રી નવાઝ શરીફ તો પરમાણુ યુદ્ધની ધમકી પણ આપી રહ્યા છે.

કાશ્મીરના મુદ્દે પાકિસ્તાન ખરેખર બોખલાય ગયુ છે, ત્યારે આ સમગ્ર મામલે આ કીશોર પાકિસ્તાનના પ્રધાનમંત્રીને કાશ્મીરનો મુદ્દો છોડીને પાકિસ્તાનની કથળેલી સ્થિતી સુધારવાનું કહી રહ્યો છે,પાકિસ્તાની પત્રકાર નાયલા ઈનાયતે આ કીશોરના વીડિયોને વાયરલ કર્યો છે,આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને કુમાર વિશ્વાસે પણ આ વીડિયોને પોતાના ટ્વિટર પર શૅર કર્યો છે.

આ વીડિયોમાં પાકિસ્તાનનો એક કિશોર કહી રહ્યો છે કે “ભારત આખા વિશ્વ સાથે આર્થિક રીત મજબુત થઈને ઊભુ છે,ભારત પોતાના વ્યાપાર માટે સમગ્ર વિશ્વ સાથે સંબંધ રાખે છે,જ્યા સુધી પાકિસ્તાન આર્થિક રીતે ભારતની સરખામણી ન કરી લે ત્યાર સુધી તે પોતાના મુદ્દાને ભારતની જેમ વિશ્વની સામે ઠોસ રીતે રજુ નહી જ કરી શકે”

આ કીશોરે વધુમાં કહ્યું કે ,”જ્યા સુધી પાકિસ્તાન આર્થિક રીતે ભારતથી આગળ નહી વધે ત્યા સુધી કાશ્મીરનો મુદ્દો પણ હલ ન થઈ શકે,વિશ્વના દેશો ભારતને નાખુશ કરીને પાકિસ્તાનને સમર્થન ન જ આપી શકે,આ તમામ બાબતથી વિશેષ એ છે કે, પાકિસ્તાન પોતાની આર્થિક સ્થિતીને સુધારે અને મજબુત બનાવે,જેનાથી પાકિસ્તાની લોકોની હાલત સુધરે, જેનાથી કાશ્મીર,બલૂચિસ્તાન ,ફાટાની સમસ્યા પણ હલ થઈ જશે “

આ કીશોરે વીડિયોમાં આગળ કહ્યું કે,જ્યારે જ્યારે પાકિસ્તાન કાશ્મીરના મુદ્દે દખલગીરી કરે છે ત્યારે ત્યારે કાશ્મીરની સ્થિતી બગડે છે,આવામાં પાકિસ્તાને તેનાથી બચવું જોઈએ,આમ આદમી પાર્ટીના નેતાએ આ કીશોરનો વીડિયો શેર કરીને તેને પાકિસ્તાનની જનતાનો અવાજ ગણાવ્યો છે.

કુમાર વિશ્વાસે પોતાના ટ્વિટર પર લખ્યું છે કે,વીડિયો એ વિચારીને જુઓ કે,આ બાળકના મોથી જાણે પાકિસ્તાની જનતાનો અવાજ નીકળી રહ્યો છે,અને પાછળ બેગુનાહઓના લોહીથી લથબથતી લાલ રંગની ટીશર્ટમાં બેહુદગીથી પાકિસ્તાનની  ડરેલી ફૌજી સરકાર મો ફાડીને સાંભળી રહી છે,સોશિયલ મીડિયો પર લોકોએ  બાળકની સમજદારીના ખુબજ વખાણ કર્યો છે.

Exit mobile version