Site icon hindi.revoi.in

આતંકી હાફીઝ સઈદ સાથે ઈમરાન ખાનના લાહોરમાં પોસ્ટરો લાગ્યાઃ આતંકી એજન્ડાનો પર્દાફાશ

Social Share

પાકિસ્તાનનાં મંત્રી ઇમરાન ખાન ભલે દુનિયાભરમાં ફરી ફરીને પોતાને અને પાકિસ્તાન સરકારને પાક સાફ ગણાવે અને ભારત વિરુદ્ધ અન્ય દેશોને ભડકાવે, પરંતુ હવે તો તેઓ સમગ્ર દુનિયા સામે ખુલ્લા પડી ગયા છે. મુંબઇ આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદના બાજુમાં ઈમરાન ખાનના ફોટો વાળા પોસ્ટરો પાકિસ્તાનમાં લાગ્યા છે. પાકિસ્તાની પત્રકારોએ આ પોસ્ટરનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને ઈમરાન પર સવાલો ઉઠાવ્યા હતા. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ પોસ્ટરમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ઈમરાન ખાનનો ફોટો આતંકવાદી હાફિઝ સઈદની સાથે છે,ત્યારે બીજા ઘણા લોકો પમ આ પાસ્ટરમાં જોવા મળ્યા છે,આ પોસ્ટરમાં દરેકના નામ ઉર્દૂમાં લખેલા જોવા મળ્યા છે.આ સાથે સાથે ઉર્દુમાં જશ્ન-એ-આઝાદી  પણ લખાયેલું છે.

આ પોસ્ટર વાયરલ થતાની સાથે જ ઈમરાન ખાનના દાવાની પોલ ખુલી ગઈ છે, આ દાવા મુજબ ઈમરાન ખાન દુનિયાભરમાં કહે છે કે આપણે આતંકવાદથી છૂટકારો મેળવવા માગીએ છીએ. આ પહેલા પણ ઇમરાની સરકારે હાફિઝ સઇદ પર કાર્યવાહી કરવા માટેનું નાટક કર્યું હતું પરંતુ તેમના સામે કોઈ પણ પ્રકારની કડક કાર્યવાહી કરવામાં નહોતી આવી

તાજેતરમાં જ જમાત-ઉદ-દાવાના મુખ્ય સૂત્રધાર હાફિઝ સઇદને પાકિસ્તાની અદાલતે દોષી ઠેરવ્યો હતો. આ પછી, ગુજરાવાલા જતાં મની લોન્ડરિંગ અને આતંકી ભંડોળના મામલે હાફિઝ સઇદની 17 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી.

આ ધરપકડ કરાયા બાદ પાછળથી પ્રશ્નો ઉભા થયા હતા કે ઇમરાન સરકાર માત્ર  ઢોંગ કરી રહ્યો છે અને તે સાબિત પમ થી ચુક્યું છે,તેના પર કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી,એટલું જ નહીં, પાકિસ્તાની કોર્ટે હાફિઝ સઇદની ધરપકડને પડકારતી અરજી પણ સ્વીકારી હતી.

મુંબઈ આતંકી હુમલા માટે જવાબદાર હાફિઝ સઈદ અને તેની સંસ્થા જમાત-ઉદ દાવા, લશ્કર-એ-તૈયબાએ ભારતમાં ખુબ આતંક  ફેલાવ્યો છે. ભારત સરકારે હાફિઝ સઇદ વિરુદ્ધ ઘણા નક્કર પુરાવા પાકિસ્તાન સમક્ષ રજૂ કર્યા છે પરંતુ પાકિસ્તાન તેના સામે કોઈ પગલા લેવા તૈયાર નથી.

Exit mobile version