સંયૂક્ત રાષ્ટ્રીય મહાસભાના 74મા સત્રમાં ભાગ લીધા પછી જ્યારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાનખાન પાકિસ્તાન જવા રવાના થયા હતા તે સમયે તેમને કેનેડાના ટોરેન્ટોથી પરત એમેરીકા મોકલવામાં આવ્યા હતા.
પાકિસ્તાનની એક ટીવી ચેનલના એહવાલ મુજબ,મેરીકાથી પરત ફરી રહેલા ઈમરાન ખાનની ફ્લાઈટને ઈમરજન્સી લેન્ડિંગ કરાવામાં આવી હતી,એન્જીનમાં આવેલી ટેલનિકલ ખામીના કારણે તેમની ફ્લાઈટને ફરીથી ન્યૂયોર્ક વિમાન મથક પર મોકલવામાં આવી હતી. ફ્લાઈટમાં ટેકનિકલ ખામીનું કારણ તો સ્પષ્ટ રીતે જાણી શકાયું નથી,પરંતુ એમ કહવામાં આવી રહ્યું છે કે,તેમના વિમાનને કેનેડાના ટોરેન્ટો પાસેથી વાળી લેવામાં આવ્યું હતું,ત્યાર બાદ વિમાનને ન્યૂયોર્કના ઝોન એફ કેનેડી આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર ફરીથી ઉતારવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ વિમાનમાં સર્જાયેલી ટેકનિકલ ખામીને ઠીક કરવા માટેના પ્રય્તનો શરુ છે પરંતુ તે માટે કેટલો સમય લાગશે તે કઈ ચોક્કસ કહી શકાય નહી, આ ટેક્નિકલ ખામી દુર ન થાય ત્યા સુધી ઈમરાન ખાન ન્યૂયોર્કમાં જ રહેશે.
આ પહેલા પણ જ્યારે ઇમરાન ખાન અમેરિકાના પ્રવાસ પર જઈ રહ્યા હતા ત્યારે તેમની પાસે તેમની પોતાની ફ્લાઇટ નહોતી. તે સાઉદી અરેબિયામાં હતા અને ત્યા કોમર્શિયલ ફ્લાઇટ વડે તેમને યુ.એસ. જવું પડ્યું હતુ.પરંતુ સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ સલમાને ઈમરાનને અમેરિકા જવા માટે તેમનું ખાનગી જેટ આપ્યું હતું. આ પછી, ઇમરાન ખાન પ્રિન્સના આ ખાસ વિમાન દ્વારા અમેરિકા પહોંચ્યા હતા.