Site icon hindi.revoi.in

કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય – હવે અનાજનું પેકિંગ પ્લાસ્ટિક બેગમાં નહી પરંતુ શણના કોથળામાં કરવું ફરજીયાત

Social Share

વિતેલા દિવસ ગુરુવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં  કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર એ પ્રેસ કોન્ફોરન્સ કરીને કેબિનેટ બેઠકમાં લેવામાં આવેલા કેટલાક મહત્વના નિર્ણયો અંગે માહિતી આપી હતી, મંત્રીએ જણાવ્યું કે, કેન્દ્રીય મંત્રાલ એ ઈથેલોન મિશ્રિત પેટ્રોલ કાર્યક્રમ હેઠળ સાર્વજનિક  ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ઇથેનોલની ખરીદી માટે તંત્રને મંજૂરી આપી છે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય કેબિનેટે જૂટ મટિરિયલ્સમાં ફરજીયાત પેકેજીંગ માટેના ધોરણોને વધારવાની મંજૂરી આપી છે. આ કાર્ય કંતાનની બેગને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે હવે 100 ટકા અનાજ અને 20 ટકા ખાંડ કંતાનની બેગમાં ભરાશે.આ બેગની કિંમતો સમિતિ દ્વારા નક્કી કરવામાં આવશે.

કેન્દ્રીય કેબિનેટે દેશભરના પસંદ કરેલા 736 ડેમોની સલામતી અને કામગીરીના પ્રદર્શન સુધારવા માટે બાહ્ય સહાયક પ્રાપ્ત ‘ડેમ રિહેબિલિટેશન એન્ડ ઇમ્પ્રૂવમેન્ટ પ્રોજેક્ટ’ ના બીજા અને ત્રીજા તબક્કાને પણ મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ પર કુલ 10,211 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવનાર છે. આ સાથે જ પ્રોજેક્ટ  કાર્ય એપ્રિલ 2021 થી માર્ચ 2031 સુધી લાગુ કરી દેવામાં આવશે..

સાહીન-

Exit mobile version