- સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
- બાળકોએ નાના-નાની સાથએ નહી પરંતુ માતા-પિતા સાથે રહેવું જરુરી
- બાલકોને લઈને સુપ્રીમ કોર્ટ એ ચિંતા વ્યક્ત કરી
દેશની ટોચની અદાલતે બાળકોને લઈને એક ખાસ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે મંગળવારના કોજ કહ્યું કે,દરેક બાળકો એ તેમના નાના-નાની પાસે રહેવા કરતા પોતોના માતાપિતા સાથે રહેવું વધુ મહત્વપૂર્ણ છે. બાળક માતાપિતા સાથે રહીને તેમના પાસેથી ઘણું શીખે છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી વાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચે સાત વર્ષના બાળકની કસ્ટડીના કેસની સુનાવણી વખતે આ ટિપ્પણી કરી હતી.
તેમણે બાળકને વીડિયો કોન્ફરન્સિંગમાં બોલાવીને તેની સાથે વાતચીત પણ કરી હતી. બાળકની કસ્ટડીને લઈને અલગ રહેતા પતિ-પત્ની વચ્ચે અદાલતમાં કેસ ચાલી રહ્યો છે, આ કેસમાં દંપતિનું બાળક હાલ તેમના માતા અને મામા સાથે નનીહાલમાં રહે છે. ન્યાયાધીશ ચંદ્રચુડે કેસની સુનાવણી શરૂ થતાં જ કહ્યું કે, તેને ગમતું નથી કે બાળકને નાના-નાની પર થોપવામાં આવે.
તેમણે વધુમાં કહ્યું કે, નાના-નાની એ બાળકો સાથે ત્યારે જ રહેવું જોઈએ કે જ્યારે તેઓ પોતે ઈચ્છે છે,તેમણે એ માટે બાળક સાથે ન રહવું જોઈએ કે બાળકની દેખભાળ થઈ શકે, બાળકનું માતા-પિતા પાસે રહેવું જ સોથી મહત્વપૂર્ણ છે, નાના-નાની પાસે રહેવું આવશ્યક પૂર્ણ નથી હોતું
જ્યારે તેઓ પોતે બાળક સાથે રહેવાની ઇચ્છા રાખે છે ત્યારે નાન-નાની બાળક સાથે હોવી જોઈએ. તેઓએ બાળક સાથે ન રહેવું જોઈએ કારણ કે તેમને બાળકની સંભાળ લેવાની જરૂર છે. બાળક માટે આયા સાથે નહીં પણ માતાપિતા સાથે રહેવું વધુ મહત્વનું છે.
બાળકના પિતાએ આ મામલે દલીલ કરી હતી કે, તેઓ તેમની પત્નિને હંમેશા પોતોના સાથએ લઈ જવા ઈચ્છે છે કારણ કે, તેઓ ઈચ્છે છે કે બાલકને માતા-પિતા બન્નેનો પ્રેમ અને સાથ સહરાક મળી રહે, ત્યારે જસ્ટિસ ચંદ્રચૂડએ કહ્યું કે, તે માટે એ જરુરી છે કે તમારી પત્ની પણ તમારી સાથે આવવા માટે તૈયાર હોય.
સાહીન-