1. Home
  2. revoinews
  3. રાજ્યસભાની ચૂંટણીમાં મતનું મહત્વઃ 4 MLA એમ્બ્યુલન્સ-વ્હીલચેર પર મતદાન કરવા ગયા
રાજ્યસભાની ચૂંટણીમાં મતનું મહત્વઃ 4 MLA એમ્બ્યુલન્સ-વ્હીલચેર પર મતદાન કરવા ગયા

રાજ્યસભાની ચૂંટણીમાં મતનું મહત્વઃ 4 MLA એમ્બ્યુલન્સ-વ્હીલચેર પર મતદાન કરવા ગયા

0

અમદાવાદઃ ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો માટે પાંચ ઉમેદવારો માટે ખરાખરીન જંગ જામ્યો છે. ત્યારે આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ એક-એક મહત્વના છે. રાજ્યસભાની ચૂંટણી બંને પક્ષો માટે શાખનો સવાલ હોવાથી રણનીતિ તૈયાર કરી હતી. ત્યારે ચાર ધારાસભ્યો નાદુરસ્ત તબીયત હોવા છતા એમ્બ્યુલન્સ અને વ્હીલચેર ઉપર મતદાન કરવા માટે વિધાનસભા સંકુલ પહોંચ્યાં હતા.

ગુજરાત વિધાનસભા સંકુલમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના 3 અને કોંગ્રેસના 2 ઉમેદવારો ખરાખરીનો જંગ જામ્યો છે. જ્યારે ભાજપના ત્રીજા ઉમેદવાર અને કોંગ્રેસના બીજા ઉમેદવારની જીતને બંને રાજકીય પાર્ટીઓ રણનીતિ તૈયાર કરી છે. તેમજ બંને પાર્ટીઓ માટે એક-એક મત મહત્વનો છે. ત્યારે બીમાર ધારાસભ્યોને મતદાન માટે પણ બંને પાર્ટીઓ દ્વાર વ્યવસ્થા કરવામાં આવી હતી. ભાજપના સિનિયર ધારાસભ્ય પરસોત્તમ સોલંકી વ્હીલચેરમાં મતદાન કરવા પહોંચ્યા હતા. પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકીએ તેનું પ્રોક્સી મતદાન કર્યું હતું. તો ધારાસભ્ય બલરામ થવાની વ્હીલચેર પર  આવ્યા હતા. ધારાસભ્ય શભુંજી ઠાકોર અને કેસરી સિંહ ચૌહાણ પણ એમ્બ્યુલન્સ માફરત વિધાનસભા પહોંચ્યા હતા. દરમિયાન ધારાસભ્ય વલ્લભ કાકડીયા વિધાનસભામા પ્રવેશ્યા તો પહેલા તેમનું ટેમ્પરેચર વધુ આવ્યું હતું. પરંતુ બાદમાં તાપમાન નોર્મલ આવતા તેમને પ્રવેશ મળ્યો હતો અને તેઓએ વોટિંગ કર્યું હતું. 

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ચૂંટણીમાં એક ઉમેદવારની જીત માટે 35 વોટની જરૂર છે. ત્યારે ભાજપ પાસે હાલ 103, કોંગ્રેસ પાસે 65, એનસીપીના એક, બીટીપીના બે અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી મળી વિધાનસભામાં 172 ધારાસભ્યનું સંખ્યાબળ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.