Site icon hindi.revoi.in

ગ્લોબલ વોર્મિંગની અસર, ગુજરાતમાં ચોમાસાની પેર્ટન બદલાઈ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો છે. રાજ્યના કેટલાક તાલુકાઓમાં હજુ છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. જો કે. ચોમાસાની પટર્ન બદલાઈ હોય તેમ વર્ષોથી પાણીની સમસ્યાનો સામનો કરતા કચ્છ અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મહેર વરસાવી છે. કચ્છમાં 200 ટકા અને સૌરાષ્ટ્રમાં 125 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યાંરે ડાંગમાં એવરેજ 2335 મીમી વરસાદની સામે માત્ર 1250 મીમીથી વધારે વરસાદ વરસ્યો છે. ગ્લોબલ વોર્મિંગના કારણે વરસાદની પેટર્ન બદલાઈ હોવાનું હવામાન નિષ્ણાંતો માની રહ્યાં છે.

કચ્છ જિલ્લામાં ચોમાસામાં સરેરાશ 412 મીમી જેટલો વરસાદ પડતો હતો છે. જો કે, આ વર્ષે 933 મીમી જેટલો વરસાદ ખાબક્યો છે. મુંદ્રામાં સરેરાશ 470 મીમીની સામે 1163 અને માંડવીમાં 426 મીમીની સામે 1451 મીમી વરસાદ ખાબક્યો છે. ડાંગમાં 2335 મીમીની એવરેજ સામે આ વર્ષે માત્ર 1266 મીમી વરસાદ થયો છે. વલસાડના ધરમપુરમાં 2477 મીમીની સામે 1589 મીમી અને કપરાડામાં 2816 મીમીની સામે 1751 મીમી વરસાદ નોંધાયો છે.

ગુજરાતના ઇસ્ટ સેન્ટ્રલ ઝોનમાં એવરેજ 819 મીમીની સામે આ વર્ષે 668 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સરેરાશ 677 મીમી વરસાદની સામે 980 મીમી જેટલો વરસાદ ખાબક્યો છે. આમ ગુજરાતમાં ચોમાસાની પેટર્ન બદલાઇ હોવાનું હવામાન નિષ્ણાંતો માની રહ્યાં છે. વરસાદની પેર્ટન બદલાતા હવે ખેતીની પણ પેર્ટન બદલાય તેવી શકયતા જોવા મળી રહી છે.

Exit mobile version