Site icon hindi.revoi.in

આઈએમએફનો રિપોર્ટ – વર્ષ 2021મા દેશનો આર્થિક વિકાસ દર 11.5 ટકા સાથે સકારાત્મક રહેશે 

Social Share

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ એટલે કે, આઇએમએફ એ  વર્ષ 2021 દરમિયાન ભારતનો આર્થિક વિકાસ દર 11.5 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે. કોરોના મહામારીના સમયમાં ભારત એકમાત્ર એવો દેશ છે કે જેનો આર્થિક વિકાસ દર આ વર્ષે બે આંકડામાં વધતો જોવા  મળશે. આઇએમએફએ મંગળવારે જાહેર કરેલા વિશ્વ આર્થિક દૃશ્યમાં વૃદ્ધિનું અનુમાન કર્યુ છે.જે દેશની અર્થવ્યવસ્થામાં ઝડપી પુનરુત્થાનને દર્શાવે છે. કોરોના મહામારીને કારણે વર્ષ 2020 માં આઠ ટકા જેટલો ઘટાડાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

નાણાકીય ભંડોળ દ્વારા અપડેટ કરાયેલા રિપોર્ટમાં 2021 માં 11.5 ટકાનો વિકાસનું અનુમાન સેવાઈ રહ્યું છે. આ સંદર્ભમાં, આવતા વર્ષ દરમિયાન ભારત મોટી અર્થવ્યવસ્થાઓમાં એકમાત્ર દેશ હશે જેનો વિકાસ દર બે આંકડામાં વધ્યો હશે. 2021 માં 8.1 ટકાની વૃદ્ધિ સાથે ચીન બીજા સ્થાને રહેશે. ત્યારબાદ સ્પેન 5.9 ટકા અને ફ્રાન્સ 5.5 સાથે આ લીસ્ટમાં રહેશે

આઈએમએફ એ આંડના પ્રમાણે ભારતનો આર્થિક વિકાસ દર 2020 માં 6.8 ટકા અને ચીન માટે 5.6 ટકા હોવાનો અંદાજ છે. આ નવીનતમ અંદાજ સાથે, ભારતે ઝડપી આર્થિક વિકાસ સાથે વિશ્વના વિકાસશીલ દેશનો દરજ્જો પાછો મેળવ્યો છે.આ મહિનાની શરૂઆતમાં, આઇએમએફના મેનેજિંગ ડિરેક્ટરએ કહ્યું હતું કે ‘ભારતે આ મહામારી સામે સાચી રીતે સામનો કર્યો છે .

તેમણે વધુમાં કહ્યું હતું કે ભારતની જેટલી વસ્તી  છે અને જે રીતે લોકો નજીકમાં રહેતા છે તે સ્થિતિમાં ‘લોકડાઉન’ એક મોટું પગલું હતું. તે પછી પણ ભારતે લક્ષિત પ્રતિબંધો અને ‘લોકડાઉન’ લાદ્યું હતું.એમએમએફના વડાએ કહ્યું કે તે સાથે  નીતિપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. ‘… જો તમે સૂચકાંકો પર નજર નાખો તો ભારત આજે પૂર્વ-કોવિડ સ્તર પર પહોંચી ગયું છે. તેનો અર્થ એ કે અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર પુનરુત્થાન થતા જોવા મળી રહ્યું છે. ‘

સાહિન-

Exit mobile version