Site icon hindi.revoi.in

અમેરિકાના ટાઈમ સ્કવેરમાં પણ “જય શ્રી રામ”

Social Share

અમદાવાદ:  ભગવાન શ્રી રામના મંદિર નિર્માણની ખુશી માત્ર ભારતમાં જ નહીં પણ દેશ-વિદેશમાં રહેતા તમામ ભારતીયોને હશે. 5 ઓગસ્ટના રોજ ન્યુયોર્કના આઇકોનિક ટાઇમ્સ સ્ક્વેરમાં નયનરમ્ય શ્રીરામનું ૩D પોટ્રેટ મુકાશે અને ભગવાન રામની છબીઓ ટાઇમ્સ સ્ક્વેરમાં શિલાન્યાસ પ્રસંગે પ્રદર્શિત કરાશે.

ભારતીય અમેરિકન પબ્લિક અફેર્સ કમિટીના પ્રમુખ જગદીશ સેહવાણીએ જણાવ્યું કે, ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ ઐતિહાસિક પળોનું નિર્માણ થશે ત્યારે અમેરિકામાં પણ એ ક્ષણોની ઉજવણી થશે.

ટાઇમ્સ સ્ક્વેરમાં 17000 ચોરસ ફૂટની વિશાળ એલેડી સ્ક્રીન છે, જેમાં સવારના 8 થી 10 દરમિયાન ભગવાન રામની અનેક છબીઓ અને લાઇવ પ્રસારણ કરવામાં આવશે. સમગ્ર પ્રદર્શન અને માહિતી હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં દર્શાવવામાં આવશે. આ પ્રસંગે મીઠાઈનું પણ વિતરણ થશે. સેહવાણીએ જણાવ્યું કે, આવી ઘટના માનવજાતના ઇતિહાસમાં એક જ વાર બનતી હોય છે.આ એતિહાસિક પળોનો સક્ષાત્કાર અમેરિકાની સાથે વિશ્વ પણ કરશે.

અમેરિકાનો ટાઇમ્સ સ્ક્વેર વિશ્વના સુપ્રસિધ પર્યટન સ્થળોમાનું એક છે. આ ઘટનાના હજારો લોકો સાક્ષી બનશે. ભારતીય મૂળના અમેરિકાનો દ્વારા આ પ્રયોજનને ઉત્સાહપૂર્વક વધાવી લેવામાં આવ્યું છે.

_Devanshi

Exit mobile version