Site icon Revoi.in

ભારતમાંથી સીમા પાર ગાયોની તસ્કરીમાં 96%નો ઘટાડો: બાંગ્લાદેશ

Social Share

ભારતમાંથી બાંગ્લાદેશમાં ગેરકાયદેસર રીતે તસ્કરી કરીને લાવવામાં આવતા પશુઓની સંખ્યામાં 96 ટકાનો ઘટાડો થયો છે. બાંગ્લાદેશમાં મંગળવારે પ્રધાન અશરફ અલી ખાનની અધ્યક્ષતામાં થયેલી એક આંતર-મંત્રાલયી બેઠકમાં આ આંકડો બહાર આવ્યો છે.

ઢાકા ટ્રિબ્યૂનના અહેવાલ પ્રમાણે, બેઠકમાં અધિકારીઓએ કહ્યુ કે બાંગ્લાદેશે માંસ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી લીધી છે. આના કારણે પાડોશી દેશ ભારત અને મ્યાંમારમાંથી પશુ આયાત અને જાનવરોની હત્યામાં ઘટાડો થયો છે.

આના પહેલા ભારતીય ગાયોની બાંગ્લાદેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશની સંખ્યા વાર્ષિક 2.4થી 2.5 મિલિયન હતી. જો કે 2018માં કથિતપણે માત્ર 92 હજાર ગાયોને બાંગ્લાદેશ મોકલવામાં આવી હતી. ભારત-બાંગ્લાદેશ સીમા પશુ તસ્કરી માટે કુખ્યાત છે. ઈદ વખતે આ તસ્કરીમાં વધારો થઈ જતો હોય છે.

ગત મહીને સીમા સુરક્ષા દળના જવાનોએ ઘણી ગાયો એવી રીતે મળી હતી કે જેમા તસ્કરો દ્વારા વિસ્ફોટક ઉપકરણ લગાવવામાં આવ્યા હતા. આના પહેલા બીએસએફના એક જવાને ગાય તસ્કરોના એક બોમ્બ હુમલામાં પોતાનો હાથ ગુમાવ્યો હતો. સીમાના આ પાર બીફ માફિયાઓને કારણે અત્યાર સુઘી ઘણાં નિર્દોષ પશુ માલિકોને નુકસાન પહોંચી ચુક્યું છે.