1. Home
  2. revoinews
  3. ગુજરાતમાં સરકારની વધી મુશ્કેલી, હવે બાંગ્લાદેશી ઘુસણખોરોએ બદલ્યાં પોતાના રહેઠાણા
ગુજરાતમાં સરકારની વધી મુશ્કેલી, હવે બાંગ્લાદેશી ઘુસણખોરોએ બદલ્યાં પોતાના રહેઠાણા

ગુજરાતમાં સરકારની વધી મુશ્કેલી, હવે બાંગ્લાદેશી ઘુસણખોરોએ બદલ્યાં પોતાના રહેઠાણા

0

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં અવાર-નવાર બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાય છે. છેલ્લા 13 વર્ષમાં અમદાવાદમાંથી ગેરકાયદે વસવાટ કરતા 712 જેટલા બાંગ્લાદેશીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. જો કે, ચોંકાવનારી બાબત એ છે કે, હવે ઘુસણખોર બાંગ્લાદેશીઓ શહેરના ચંડોળા અને નારોલની જગ્યાએ ઘાટલોડિયા અને ગોતા જેવા વિસ્તારમાં બોગસ નામે વસવાટ કરતા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં અગાઉ પણ ઘુસણખોર બાંગ્લાદેશીઓ પાસેથી ભારતીય દસ્તાવેજો પણ મળી આવ્યાં છે. દરમિયાન પોલીસે તપાસ આરંભીને પાંચ બાંગ્લાદેશીઓને ઝડપી લઈને તપાસ આરંભી છે.

પશ્ચિમ બંગાળના માલદા જિલ્લા નજીક તાર ફેન્સિંગ વગરની બોર્ડર હોવાથી બાંગ્લાદેશી નાગરિકો ભારતમાં ઘુસણખોરી કરે છે. બાંગ્લાદેશી ઘુસણખોરો એજન્ટ મારફતે ભારતમાં ઘુસણખોરી કરે છે. ભારતમાં ઘુસણખોરી કર્યાં બાદ બાંગ્લાદેશીઓ બંગાળને બદલે દેશના વિવિધ રાજ્યોમાં વસવાટ કરે છે.

અમદાવાદમાં ચંડોળા તળાવ અને નારોલ વિસ્તારમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ ગેરકાયદે વસવાટ કરતા હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં પોલીસે અનેક વખત સર્ચ ઓપરેશન હાથ ધરીને અનેક બાંગ્લાદેશી ઘુસણખોરોને ઝડપી લઈને ડિપોટ પણ કર્યાં છે. દરમિયાન છેલ્લા 13 વર્ષમાં અમદાવાદ પોલીસે 712 જેટલા ઘુસણખોર બાંગ્લાદેશીઓને ઝડપી લીધા છે. તેમજ અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવ વિસ્તારને મીની બાંગ્લાદેશ તરીખે ઓળખમાં આવે છે.

જો કે, આ વિસ્તારમાં પોલીસની ધોંસ વધતા હવે બાંગ્લાદેશીઓ શહેરના અન્ય વિસ્તારોમાં વસવાટ કરવા લાગ્યાં છે. આ બાંગ્લાદેશીઓ બંગાળી ભાષા બોલતા હોવાથી સરળતાથી પકડાતા નથી. તેમજ પોતાની ઓળખ છુપાવીને ખોટા નામે વસવાટ કરે છે. શહેરના ઘાટલોડિયા, ગોતા, નરોડા અને કુબેરનગર સહિતના વિસ્તારોમાં હવે નવુ ઠેકાણું ઘુસણખોર બાંગ્લાદેશીઓએ શોધી લીધું છે. જેથી પોલીસની પણ મુશ્કેલીઓ વધી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.