Site icon hindi.revoi.in

અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી બોલ્યા, “મજા આવી રહી છે, લડાઈ ચાલુ રહેશે”

Social Share

મુંબઈ, આરએસએસની બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને જમીન મળી ગયા બાદ તાત્કાલિક રાહત મળી ગઈ છે. મુંબઈની શિવડી કોર્ટમાં રજૂ થયેલા રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે તેઓ નિર્દોષ છે. સુનાવણી દરમિયાન કોર્ટે રાહુલ ગાંધીને પંદર હજાર રૂપિયાના બેલ બોન્ડ પર આગોતરા જામીન આપ્યા હતા. કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ એકનાથ ગાયકવાડે રાહુલ ગાંધીના બેલ બોન્ડ ભર્યા હતા.

કોર્ટમાંથી આગોતરા જામીન મળ્યા બાદ રાહુલ ગાંધીએ ઈશારાઓમાં ભાજપ અને આરએસએસ પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે તેમના ઉપર સતત હુમલા થઈ રહ્યા છે, પરંતુ તેઓ હુમલાઓનો સામનો કરતા રહેશે. આ વિચારધારની લડાઈ છે અને આ લડાઈ આગળ પણ ચાલુ રહેશે. તેની સાથે તેમણે કહ્યુ હતુ કે તેઓ ગરીબો, ખેડૂતો અને મજૂરો સાથે ઉભા છે.

કોર્ટમાંથી બહાર આવ્યા બાદ રાહુલ ગાંધીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે મે મારી વાત કોર્ટમાં કહી દીધી છે. વિચારધારાની લડાઈ છે. હું ગરીબો, ખેડૂતો અને મજૂરો સાથે ઉભો છું. આક્રમણ થઈ રહ્યું છે અને મજા આવી રહી છે. હું 10 ગણી વધારે શક્તિથી લડાઈ ચાલુ રાખીશ.

કોંગ્રેસના મુંબઈ એકમના પ્રદેશ પ્રમુખ મિલિંદ દેવડાએ કહ્યુ છે કે મુંબઈમાં તે (રાહુલ ગાંધી) માત્ર સેવરી મેટ્રોપોલિટન કોર્ટમાં સુનાવણીમાં સામેલ થયા બાદ દિલ્હી પાછા ફરશે.

Exit mobile version