Site icon Revoi.in

IL&FSમાં પ્રોવિડન્ટ ફંડ્સના હજારો કરોડ રૂપિયાના ડૂબવાનો ખતરો

Social Share

રિટાયરમેન્ટ ફંડોની બિલકુલ અપારદર્શક પ્રવૃત્તિને કારણે ફસાયેલી રકમનું યોગ્ય આકલન તો થઈ શક્યું નથી, પંરતુ જાણકારોનું માનવું છે કે આ આંકડો 20 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચવાની શક્યતા છે. આ રકમ IL&FSને મળેલી બેંકો, મ્યૂચુઅલ ફંડો અને અન્ય વેલ્થ મેનેજમેન્ટ સ્કીમોમાંથી મળેલી લોનથી અલગ છે.

લાખો મધ્યમવર્ગીય પગારદારોના પ્રોવિડન્ટ અને પેન્શન ફંડ્સના હજારો કરોડ રૂપિયાના ડૂબવાનો ખતરો ઝળુંબી રહ્યા છે. એનાલિસ્ટ્સનું અનુમાન છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીજિંગ એન્ડ ફાઈનાન્શિયલ સર્વિસિસ એટલે કે આઈએલએન્ડએફએસ તથા તેની ગ્રુપ કંપનીઓમાં આ ફંડ્સના પંદરથી વીસ હજાર કરોડ રૂપિયા લાગેલા છે. આ મામલાથી વાકેફ ત્રણ લોકોને ટાંકીને એક મીડિયા અહેવાલમાં આના સંદર્ભે દાવો કરવામાં આવ્યો છે. આ ફંડોની બિલકુલ અપારદર્શક પ્રવૃત્તિને કારણે ફસાયેલી રકમનું યોગ્ય આકલન, તો થઈ શક્યું નથી. પરંતુ એક્સપર્ટ્સનું માનવું છે કે આ આંકડો વીસ હજાર કરોડ સુધી પહોંચવાની શક્યતા છે. આ રકમ IL&FSને મળેલી બેંકો, મ્યૂચુઅલ ફંડો અને અન્ય વેલ્થ મેનેજમેન્ટ સ્કીમોથી પ્રાપ્ત લોનથી અલગ છે.

યુબીએસ એનાલિસ્ટ્સે વિભિન્ન પાસાઓને ધ્યાનમાં રાખીને ક્હ્યુ છે કે IL&FSને લોન આપનારાઓને 11 હજાર 300 કરોડથી લઈને 28 હજાર 500 કરોડ રૂપિયા સુધીનો ચુનો લાગવાની શક્યતા છે. રેગ્યુલેટરી ફાઈલિંગથી જાણકારી મળે છે છે કે IL&FS પર 91 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. તેમા 61 ટકા બેંક લોન અને 33 ટકા ડિબેન્ચરો તથા કોમર્શિયલ પેપરો દ્વારા આપવામાં આવેલું કર્જ છે.

ખાનગી પ્રબંધનવાળી પ્રોવિડન્ટ અને પેન્શન ફંડો માટે મોટું જોખમ નથી, કારણ કે એપ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈપીએફઓની શરતો હેઠળ તેમને કોઈપણ પ્રકારના નુકસાનની ભરપાઈ કરવી પડશે. હકીકતમાં ઈપીએફઓ આવી જ શરતોના આધારે કોઈના વ્યક્તિગતપણે રિટાયરમેન્ટના મેનેજમેન્ટની મંજૂરી આપે છે.

કોઈ ખાનગી પ્રોવિડન્ટ ફંડોને સલાહ આપનારી સંસ્થા ઈન્ડિયા લાઈફ કેપિટલના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અમિત ગોપાલને ટાંકીને મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે બેંકોથી વિપરીત પ્રોવિડન્ટ ફંડોના રોકાણ પર નુકસાનની જાણકારી દર ત્રિમાસિક સમયગાળામાં આપવી પડે છે. તેમણે કહ્યુ છે કે ઘણી મોટી કંપનીઓએ પોતાના નુકસાનને ઘટાડવાનું શરૂ કર્યું છે. જ્યારે ઘણી અન્ય કંપનીઓ આ મામલામાં થોડી વધુ સ્પષ્ટતાની રાહ જોઈ રહી છે.

IL&FSમાં સૌથી વધુ નાણાં યસ બેન્ક, પંજાબ નેશનલ બેંક, ઈન્ડસઈન્ડ બેન્ક અને બેન્ક ઓફ બરોડાના ફસાયેલા છે. પરંતુ એ ખબર પડી નથી કે આમા ક્યાં પ્રોવિડન્ટ ફંડ અને પેન્શન ફંડની કેટલી રકમ ફસાયેલી છે. આ ઈન્વેસ્ટમેન્ટ બેન્કરે પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યુ છે કે IL&FS ગ્રુપના 40 ટકા કુલ બોન્ડ્સ પ્રોવિડન્ટ ફંડ્સની પાસે હોવાનું અનુમાન છે. જ્યારે IL&FSએ આ મામલા પર ટીપ્પણી કરવાનો ઈન્કાર કર્યો છે.

રિટાયરમેન્ટ ફંડ્સનું પ્રબંધન કરનારા આ ફંડોમાંથી કેટલાકની પાસે સંકટમાંથી પસાર થઈ રહેલી કંપની IL&FSના બોન્ડ્સ છે અને કેટલાકે તેને લોના આપી છે. આ ફંડ્સ દ્વારા IL&FSને પ્રાપ્ત ટ્રિપલ-એ રેટિંગના આધારે બોન્ડ્સ ખરીદવા અથવા લોન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે ટ્રિપલ-એ રેટિંગવાળી કંપનીઓમાં રોકાણને સુરક્ષિત માનવામાં આવે છે અને સારા એવા રિટર્નની પણ આશા રહે છે.