- નવેમ્બરમાં તહેવારોના કારણે 9 દિવસો સુધી બંધ રહેશે
- બેંકના કામકાજ આ સિવાયના દિવસોમાં પતાવી લેવા
- દિવાળીમાં સતત ત્રણ દિવસ બેંકોમાં રજા
આવતા મહિના દરમિયાન નેક મોટા તહેવારો શરુ થનાર છે. ત્યારે બેંકોની રજાઓ પણ નિશ્વિત છે,જો તમારે બેંકના લગતા કામકાજ પતાવવા હોય તો આ સમય રહેતા અમુક ચોક્કસ દિવસો સુધી તમારા તમામ કાર્યો પતાવી લેવા જોઈએ નહી તો બેંકો બંધ હોવાથી તમારા ક્રાયને ન્યાય નહી મળી શકે.
નવેમ્બર મહિનામાં તમામ બેંકોમાં નવ દિવસ સુધીની રજા રહેશે. 14, 15 અને 16 નવેમ્બરના રોજ બેંકો સતત ત્રણ દિવસ તહેવારો હોવાથી બંધ રહેશે. બીજી તરફ, 28, 29 અને 30 નવેમ્બર,ના રોજ પણ બેંકોના કામકાજ સતત ત્રણ દિવસ સુધી બંધ રહેશે.
જો કે બેંકો તરફથી તહેવારોના દિવસોમાં એટીએમ પર રોકડ રકમ મૂકવા અંગેની વ્યવસ્થાતો કરવામાં આવશે, પરંતુ બેંકો સાથે સંબંધિત કોઈ કામ કરવામાં આવશે નહીં. જો તમારી પાસે માં કરવા લાયક કોઈ પણ કામકાજ બાકી છે તો બેંકોમાં આવતી રજાઓ પહેલા આ કાર્યને ન્યાય આપી દેવો જોઈએ. આ સાથે જ તહેવારોની સિઝન હોવાથી બેંકોમાં ભીડ રહેવી સામાન્ય વાત છે.
1 લી નવેમ્બરના રોજ રવિવાર હોવાથી બેંક બંધ રહેશે, તો 8 તારીખે પણ રવિવાર છે તો 14 તારીખે દિવાળીનો તહેવાર છે 15 અને 16 પણ તહેવાર ગહોવાથી રજા રહેશે, 22 તારીખે રીથી રવિવાર આવે છે. તો ફરી 28 નવેમ્બરના રોજ ચોથો શનિવાર હોવાથી તમામ બેંકોમાં રજા રહે તે વાત સહજ છે, 29 એ ફરીથી રવિવાર ને 30 નવેમ્બરના રોજ ગુરુ નાનક જયંતિની પણ રજા છે આમ સમગ્ર એક મહિના દરમિયાન કુલ 9 દિવસ બેંકોમાં રજા રહેશે, આ દિવસો સિવાયના દિવસો દરમિયાન તમારે તમારા બેંકના તમામ કાર્ય પુરા કરવાના રહેશે,
સાહીન-