Site icon Revoi.in

જો તમે ઘર ખરીદવા માંગો છો, તો તમારા માટે સારા સમાચાર છેઃ SBIએ હવે હોમ લૉન પર વ્યાજ દર ઘટાડ્યો છે

Social Share

ભારતીય સ્ટેટ બેંકે એકવાર ફરી MCLRનો દર ઘટાડ્યો છે,જેના કારણે ફ્લોટિંગ રેટ વાળી હોમ લોન સસ્તી થશે,જો કે તેનો લાભ તાત્કાલીક ઘોરણે નહી મળે,આ ઉપરાંત SBIએ એફડીના વ્યાજ દરોમાં પણ ઘટાડો કર્યો છે.

ભારતીય સ્ટેટ બેંકે ફરી એકવાર MCLR ના દરમાં ઘટાડો કર્યો છે, એસબીઆઈ એ આમા મુખ્ય દસ પોઈન્ટ ઘટાડ્યા છે ,એસબીઆઈ એ MCLRને 8.25 ટકાથી ઘટાડીને 8.15 ટકા કરી નાખ્યો છે,આ  ઘટાડો 10 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે,હવે અન્ય બેંકો પણ એસબીઆઈ ના રસ્તા પર ચાલી શકે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે,જેનાથી ફ્લોટિંગ રેટ વાળી હોમ લોન સસ્તી થશે પરંતુ હાલના ઘોરણે તેનો લાભ નહી મળી શકે.

ફિક્સ ડિપોઝિટનો વ્યાજ દર પણ ઘટાડવામાં આવ્યો

બેંકના જણાવ્યા મુજબ 10 સપ્ટેમ્બરથી  એક વર્ષ સુધી એસબીઆઈ  એસીએલઆર 8.15 ટકા થઈ જશે.આ નાણાંકીય વર્ષ 2019-20માં આ બેંકે સતત ત્રીજીવાર એસીએલઆર દરોમાં ઘટાડો કર્યો છે જો કે, આ સિવાઈ એસબીઆઈ એ ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી પનાર વ્યાજ દરોમાં 20 થી 25 બેસિસ પોઈન્ટ એટલેકે  ચોથાભાગ જેટલો ઘટાડો કર્યો છે.

એમસીએલઆર એટલે કે,માર્જીન ર્કૉસ્ટ ઑફ ફંડ્સ લેન્ડિંગ રેટ, જે બેંકના ફંડની પોતાની આવકની કિંમત પર આધારીત હોય છે એટલે જ્યારે બેંકના ફંડની કિંમત ઓછી થાય છે તો તે એમસીએલઆર ને ઘટાવી દે છે.

કઈ રીતે મેળવી શકાશે  આ લાભ

MCLR ઘટવાથી હોમ લોન વ્યાજ દર અથવા ઈએમઆઈ પર તાત્કાલીક ઘોરણે લાગુ નહી પડી શકે,ખરેખરમાં એસબીઆઈની ફ્લોટિંગ રેટ હોમ લોન આ વર્ષના એમસીએલઆરથી સંકળાયેલી હોય છે,અને તેમાં એક વર્ષ માટેનો દર નક્કી કરવામાં આવતો હોય છે.એટલે કે જો કોઈ માટે આ દર ઓગસ્ટમાં નક્કી થયો હોય અને પછી એમએલસીઆરમાં સુધારો નોંધાય તો તેનો ફાયદો  આગળના ઓગસ્ટ સુધી જ મળી શકે.

એસબીઆઈની હોમ લોન અને ઓટો લોન માર્કેટમાં ક્રમશ 35 અને 36 ટકા હિસ્સેદારી છે. તાજેતરમાં જ સતત અપીલ કર્યા પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકોને દરેક લોનને રેપો રેટ સાથે જોડવાનો આદેશ આપ્યો છે. આરબીઆઈએ તમામ બેંકોને 1લી ઓક્ટોબરથી રેપો રેટ સાથે હોમ લોન, ઓટો લોન, પર્સનલ લોન અને એમએસએમઇ ક્ષેત્રમાં તમામ પ્રકારની લોનને જોડવા માટે જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે પાછલા કેટલાક મહિનાઓથી કેન્દ્રીય બેંક સતત દરેક સરકારી અને પ્રાઈવેટ બેંકોને રેપો રેટ સાથે જોડવાનું કહેવામાં આવ્યું હતું,છતા પણ કેટલીક બેંકો એ આરબીઆઈની આ અપીલને નજર અંદાજ કરી હતી,ત્યાર બાદ કેન્દ્રીય બેંકોને ડેડલાઈન સાથે આદેશ આપવામાં આવ્યા હતા,આ ઉપરાંત પણ આરબીઆઈને રેપો જેવા બાહ્ય બેંચમાર્કના માધ્યમથી વ્યાજ દરમાં 3 મહિનામાં ઓછામાં ઓછો એક વાર બદલાવ કરવાનું કહેવામાં આવ્યું છે.