આજકાલ સ્માર્ટ ફોન ફાટવો કે બેટરી ફાટવી જેવી ઘટનાઓ અવાર નવાર બનતી જોવા મળે છે ,સ્માર્ટ ટેકનોલૉજીના જમાનામાં ટેકનોલૉજીનો શિકાર ઘણી વાર માણસ પોતે જ થતો હોય છે,ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે .
આંધ્ર પ્રેદશમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક યુવાનના ખિસ્સામાં રેડમીનો મોબાઈલ ફોન ગરમ થતા થોડી જ વારમાં તે ફોન ફાટ્યો હતો અને યુવાનના ખિસ્સમાંથી ધૂમાડા નીકળવા લાગ્યા હતા.
એક રિપોર્ટ મુજબ 31 વર્ષના મધુ બાબૂનું કહેવું છે કે ,તે સવારે આફિસ જવા માટે ઘરેથી નીકળતા હતા અને જેવા તેઓ બાઈક સ્ટાર્ટ કરવા ગયા તેજ સમયે તેમને ખ્યાલ આવ્યો કે ખિસ્સામાં રહેલો રેડમીનો મોબાઈલ ધીમે ધીમે ગરમ થઈ રહ્યો છે,ત્યારે માત્ર સેકન્ડોની ગણતરીમાંજ ધડાકાભેર અવાજ સાથે મોબાઈલ ખિસ્સમાંજ ફાટ્યો હતો.અને ખિસ્સામાંથી ઘુમાડા નીકળવાના શરુ થઈ ગયા હતા.
મધુ બાબુએ તરતર પોતાનો ફોન રોડ પર ફેંકી દીધો હતો,ત્યાર પછી તે ફોન આગની લપેટમાં આવી ગયો અને ફોનમાં આગ લાગી ગઈ,આ ઘટનામાં ફોનના વપરાશકર્તા મધુબાબુને સામાન્ય જા થવા પામી હતી,તેઓ એ વધુમાં જણાવ્યું હતુ કે , ફોન રીતે ભળતો હતો કે જાણે કોઈ ફોન પર કેરોસીન છાંટીને આગ લગાવી હોય,મોબાઈલ ફોનનું કવર પણ સંપુર્ણ પણ બળીને ખાખ થઈ ગયુ હતું,અને જો ફોનમાં કવર ન હોત તો મધુબાબૂને પણ વધુ ઈજા થવા પામી હોત.
આ મોબાઈલ વપરાશકર્તા મધુએ આ ફોન 2019માં જ નવો લીધો હતો,શરુઆતના 4-5 મહિના ફોન સારો ચાલ્યો હતો,ત્યાર બાદ તેના ફોનમાં ખરાબી આવતી હતી,તેણે એમ પણ કહ્યું છે કે ઘરેથી નીકળતાના માત્ર બે કલાક પહેલાજ મઘુબાબૂએ ફોન ચાર્જ કર્યો હતો. ફોનની હાલત જોતા લાગી રહ્યું છે કે ફોનની બેટરીમાં ઘમાકો થયો હોય,આ સમગ્ર ઘટના વિશે ફઓનની કંપનીને જાણકરવામાં આવી છે થોડા સમયમાં કંપની ચોક્કસ કારણ બતાવશે કે કયા કારણથી ફોન ફાટવાની ઘટના બની છે.