Site icon hindi.revoi.in

જો તમને કે તમારા બાળકોને નખ ચાવવાની આદત હોય તો સુધારી લેજોઃ આ આદત બિમારી નોતરે છે

Social Share

નખ ચાવવા આમ તો દરેકની સામાન્ય આદત છે. જ્યારે નવરા બેસ્યા હોય અથવા તો કંઈક વિચારે ચડ્યા હોય ત્યારે સામાન્ય રીતે આપણે નખને ચાવવા લાગ્યે છે અથવા તો નખને ખોતરવા લાગ્યે છે, પણ શું તમે જાણો છો તમારી આ આદત બિમારીને નોતરે છે.તમને મનમાં પણ ખ્યાલ નહી હોય કે નખ ચાવવાથી કેવા પ્રકારની બિમારીઓ શરીરમાં ઘર કરી જાય છે જેથી કરી જેમ બને તેમ નખ ચાવવાની તમારી ટેવને સુધારી લેજો.

નખ ચાવવાથી તણાવ ઉત્પન્ન થાય છે તો સાથે સાથે થાઈરોડ જેવી લાઈફ ટાઈમની બિમારી પણ થાય છે.ઉપરાંત શરીરમાં વિવિધ રોગો જન્મે છે ધીમે ધીમે રોગ આપણા શરીરને પોતાનું ઘર બનાવી લે છે. ડોક્ટરના જણાવ્યાં મુંજબ નખ ચાવવાની આદત તણાવ તરફ આપણાને આગળ વધારે છે કારણે તમે જોયું હશે જ્યારે બાળક નાનું હોય છે ત્યારે તે મુંજવણમાં હોય એટલે તે પોતાના નખની આજુ બાજુની ચામડી અને નખ ચાવવા લાગે છે, એટલે કે બાળક ડીપ્રેશનને દુર કરવા માટે ડીપ્રેશનને જ નોતરે છે . જ્યારે બાળકને કોઈ બોલે છે અથવા તો કોઈ કારણ સર તેને માર પડે છે તો તે બાળક ચુપચાપ ખુણાંમાં બેસીને સતત નખ ચાવ્યે જાય છે.

એક સંશોધન મુજબ 80 ટકા બાળકો અને 50 ટકા માતા-પિતા શારીરિક પીડા ને લઈને નખ ચાવતા હોય છે. જે લોકો સતત ડિપ્રેશનમાં રહેતા હોઈ છે તેવા લોકોમાં  આ આદત વધું જોવા મળે છે. 2013માં થયેલા એક સંશોધનમાં નોંધવામાં આવ્યું છે કે 11 ટકા બાળકો ઓબેસિન-કમ્પલસિવ ડિસઓર્ડરના કારણે નખ ચાવે છે. આ  આદતથી આગળ જતા થાઈરોડ થવાની પુરેપુરી શક્યતા રહેલી છે તેના સાથે સાથે પેટની અનેક સમસ્યાઓ સર્જાય છે. નખની ગંદકી પેટની અંદર જવાથી પેટને લાંબાગાળે નુંકશાન થાય છે. સાથે ચેપ લાગવાની શક્યતાઓ પણ હોય છે કારણ કે નખના બેક્ટેરીયા પેટની અંદર પ્રવેશે છે આમ નખ ચાવવા  એક ખતરનાક આદત સાબિત શઈ શકે છે. જો તમારા બાળકોમાં  આ આદત હોય તો જલ્દીથી સુધારી લેજો.

Exit mobile version