1. Home
  2. revoinews
  3. જો હવે તમે પ્લેનમાં મુસાફરી કરવા માંગો છો,તો તમારે આપવું પડશે ‘કોરોના નેગેટિવ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ‘
જો હવે તમે પ્લેનમાં મુસાફરી કરવા માંગો છો,તો તમારે આપવું પડશે ‘કોરોના નેગેટિવ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ‘

જો હવે તમે પ્લેનમાં મુસાફરી કરવા માંગો છો,તો તમારે આપવું પડશે ‘કોરોના નેગેટિવ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ‘

0
  • એરલાઈન્સે આ પહેલા પણ આ નિયમ લાગુ કર્યો હતો
  • એરલાઈન્સના નિયમોમાં નવો બદલાવ
  • મુસાફરી કરનારાઓ એ આપવાનું રહેશે કોરોના નેગેટિવ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ

કોરોના કાળે સમગ્ર વિશ્વના લોકોમાં મહદઅંશે ભય પેદા કર્યો છે,કોરોનાને લઈને અનેક નિતી-નિયમોમાં પણ બદલાવ આવી રહ્યા છે,ત્યારે હવે વિમાન મંત્રાલય દ્રારા પણ એક ખાસ નિર્ણય માટેનો આદેશ બહાર પાડ્યો છે,આ આદેશ મુજબ પ્લેનની મુસાફરી કરતા દરેક યાત્રીઓએ હવે કોરોના બાબતે પોતાની માહિતી આપવાની રહેશે.

આ માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મને અપડેટ કરવાની જુરર પડી છે,જેથી કરીને યાત્રીઓ જણાવી શકે કે જે તે દિવસની યાત્રાની તારીખથી પહેલાંના 3 અઠવાડિયા દરમિયાન યાત્રી કોરોના પોઝિટિવ રહ્યો નથી. આ સમગ્ર બાબતે જાણકારી આપતા અધિકારીનું કહેવું છે કે,દેશમાં મોટા પ્રમાણમાં કોરોનાના કેસો વધી રહ્યા છે,ત્યારે યાત્રીઓની મુશ્કેલીમાં વધારો ન થાય અને કોરોના જેવી બિમારીથી રક્ષણ મેળવી શકાય તે હેતુસર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મને અપડેટ કરવાની જરૂર પડી છે.

ત્યારે આ પહેલા પણ એરલાઈન્સ દ્રારા લોકોને જાણ કરવામાં આવી હતી કે,મુસાફરી કરતા લોકોએ પોતે જ જણાવવાનું રહેશે કે તેઓ વિતેલા 3 અઠવાડિયા દરમિયાન કોરોના પોઝિટિવ રહ્યા નથી,સરકાર દ્રારા કોરોનાના શરુઆતના સમયમાં એટલે કે 21 મે દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે,જે તે યાત્રીઓ 2 મહિના સુધી કોરોના પોઝિટિવ રહ્યા નથી તે મુસાફરી કરતા પહેલા જાણાવવું પડશેે

આ અધિકારીના કહેવા પ્રમાણે,આમ કરવાનું કારણ એ છે કે,જે પણ કોરોનાના દર્દીઓ છે તે જ્યારે સાજા થાય છે ત્યાર પછીના 3 અઠવાડિયા સુધી તેઓમાં કોરોનાના સક્ષણો જોવા નથી મળતા જેથી તેઓ કોવિડ ડિસ્ચાર્જ સર્ટિફિકેટ બતાવીને પણ યાત્રા કરી શકે છે.જો કે વિમાન મંત્રાલયનો આ આદેશ જનતાના હીત માટે જ લેવાયો છે,કોરોનાની વધતી સંખ્યામાં યાત્રીઓનું ધ્યાન રાખવું તે તેમની પ્રથમ પ્રથમિકતા છે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.