આજની યુવા પેઢી અને બાળકોમાં તળેલો અથવા ચટપટુ ખાવાના શોખીન હોય છે.. એમાં પણ યુવા પેઢી અને બાળકોમાં તળેલો ખોરાક ખાવામાં ઝડપથી વધારો થયો છે, જેના કારણે બાળકો અને યુવાનોમાં કેટલાક પ્રકારની બીમારીઓ ઘર કરી બેસે છે..લોકોને બહારની ચીઝો ખાવામાં વધુ શોખ છે.. એમાં પણ પિઝ્ઝા, બર્ગરની સાથે ચિપ્સ અથવા ફ્રાઇડ ફૂડ ખાવામાં વધારે રસ ધરાવે છે. જ્યારે આ વસ્તુઓ ખાવાથી શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થાય છે. જો તમે પણ તળેલી કે તીખી વસ્તુઓ ખાતા હોવ તો ધ્યાન રાખજો. વધારે પડતું તીખું અને તળેલું ખાવું એ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. હાલમાં એક રીસર્ચમાં આ વાત સામે આવી છે.
રિસર્ચમાં સંશોધનકારોએ જણાવ્યું હતું કે ફ્રાયડ ફૂડને ખુબ જ વધારે હાઈ ટેમ્પરેચર પર લાંબા સમય સુધી તળવા અથવા ટોસ્ટને ખુબ જ વધારે પડતું બ્રાઉન કરવું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આવી વસ્તુઓ ખાવાથી તમે કેન્સર જેવા ગંભીર રોગનો શિકાર બની શકો છો.
ખોરાક રાંધતી વખતે તમારે કાળજી લેવી પડશે કે ખોરાક નીચા તાપમાને રાંધવામાં આવે છે. તેનો રંગ સોનેરી અને ભૂરા રંગનો ન હોવો જોઈએ. પરંતુ કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે કેન્સરથી બચવા માટે લોકોએ ધૂમ્રપાન, ડ્રીંકિંગ અને ઓવરવેટ જેવી બાબતો ન કરવી જોઈએ. આ માટે ઓછા પ્રમાણમાં તીખું અને તળેલા ખોરાકનું સેવન કરવું જોઈએ..
_Devanshi