- ઈમરજન્સીની સ્થિતિમાં દર્દીઓને કોરોના વેક્સિન આપવા પર થશે વિચાર
- કોરોનાની વેક્સિનને લઈને કરવામાં આવશે ચર્ચા
- જો દર્દીની સ્થિતિ નાજુક હોય તો વેક્સિન આપવી કે નહી તે બાબતે થશે વિચાર
- વેક્સિનના તબક્કાને પૂર્ણ થતા હજુ થોડા મહિનાનો સમય લાગી શકે છે
સમગ્ર વિશ્વ હાલ કરોના મહામારી સામે લડત આપી રહ્યું છે ,ત્યારે વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાની વેક્સિન પર કાર્ય પણ થઈ રહ્યું છે જેમાં કેટલીક વેક્સિનતો પરિક્ષણમાં પરિણામી છે અને સકારાત્મક પરિણામો પણ મળી આવ્યા છે ત્યારે હવે કોરોનાના દર્દીઓને ગંભીર સ્થિતિમાં વેક્સિન આપવી કે નહી તે બાબતે દેશની સરકાર વિચાર કરી રહી છે.
આ સમગ્ર બાબતે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને રવિવારના સન્ડે સંવાદ નામના સોશ્યલ મીડિયા ઈન્ટરેક્શનમાં આ બાબતે કહ્યું હતું કે, “હવે વેક્સિન આપવાની વાત પર વિચાર કરાશે, એક રીતે હજુ વેક્સિન ટ્રાયલના છેલ્લા તબક્કાને પૂર્ણ થવામાં હજુ ઘણા મહિનાનો સમય લાગી શકે તેમ છે. ત્યારે જો આ સ્થિતિમાં એકવાર વેક્સિનની અસરકારકતા અને સુરક્ષાને સુનિશ્ચિત કરી લેવામાં આવે તો ફાસ્ટ ટ્રેક વેક્સિન એટલે કે ઈમરજન્સી સ્થિતિમાં ગંભીર રીતે પીડિત કોરોનાના દર્દીઓને આ વેક્સિન આપવામાં આવી શકે છે”.
જ્યારે દેશમાં કોરોનાના કેસની સંખ્યામાં દિવસેને દિવસે સતત વધારો થતો જોવા મળી ર્યો છે તેવી સ્થિતિમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું આ નિવેદન સામે આવ્યું છે, અમેરીકાથી પણ કોરોના મામલે ભારત આગળ વધી રહ્યું છે જે ચિંતા જનક સ્થિતિ છે,ત્ યારે વેક્સિન હજુ સપૂર્ણ તબક્કે પરિક્ષણ ન પામી હોવા છત્તા કોરોનાના દર્દીને તે આપવી કે કેમ તે બાબતે ટૂંક સમયમાં નિર્ણય લઈ શકાશે.
આ સમગ્ર બાબતને ઉલ્લેખીને ડો,હર્ષવર્ધને કહ્યુ હતું કે, ફાસ્ટ ટ્રેક વેક્સિનની મદદથી ટ્રાયલના ત્રીજા તબક્કામાં લાગનારા સમયને પણ આપણે ઘટાડી શકીશું. જોકે ક્લિનીકલ ટ્રાયલના કોઈ પણ ભાગને અધૂરો ન જ રાખી શકાય, વેક્સિન ત્યારે જ ઉપલબ્ધ કરી શકાય કે જ્યારે સરકાર તેની સપુરક્ષા અને અસરકારકતાને પરખી લે.
સાહીન-