Site icon Revoi.in

પ.બંગાળમાં કેન્દ્ર રાષ્ટ્રપતિ શાસન લગાવશે, તો ‘મિત્રપક્ષ’ જેડીયુ કરશે વિરોધ

Social Share

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ ચાલી રહેલી હિંસાની ઘટનાઓ વચ્ચે ભાજપ તરફથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગણીને લઈને ચર્ચા થઈ રહી છે. તો ભાજપના સાથીપક્ષ જનતાદળ-યૂનાઈટેડે પ.બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાનો વિરોધ કર્યો છે.

જેડીયુના રાષ્ટ્રીય મહાસચિવ અને પ્રવક્તા કે. સી. ત્યાગીએ મંગળવારે કહ્યુ છે કે પશ્ચિમ બંગાળમાં આવી રીતે કલમ-356 લગાવવી ગેરબંધારણીય હશે. તેમણે કહ્યુ છે કે અમે તેનો વિરોધ કરીશું. ત્યાગીએ કહ્યુ છે કે કૈલાસ વિજયવર્ગીયના નિવેદન સાથે તેઓ સંમત નથી. પરંતુ મમતા બેનર્જીએ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવી જોઈએ.

જણાવવામાં આવે છે કે ભાજપના નેતા વિજયવર્ગીયે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને તેમના ભત્રીજા પર રાજ્યમાં અરાજકતા અને હિંસા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. વિજયવર્ગીયે કહ્યુ છે કે જો રાજ્યમાં હિંસા ચાલુ રહેશે, તો કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિ શાસન લગાવવા મામલે વિચારણા કરી શકે છે.