ઝારખંડના સરાયકેલા ખરસાવાંમાં નક્સલીઓએ મંગળવારે સવારે આઇઇડી બ્લાસ્ટ કર્યો. તેમાં પોલીસ અને 209 કોબરાના 14 જવાન ઘાયલ થઈ ગયા. એસપી ચંદન કુમાર સિંહાએ ઘટનાની પુષ્ટિ કરી છે. બ્લાસ્ટ પછી નક્સલીઓએ જવાનો પર ફાયરિંગ પણ કર્યું.
મળતી માહિતી પ્રમાણે, રાયસિંદરી પહાડ પર નક્સલીઓએ બ્લાસ્ટ કર્યો. ઘાયલ જવાનોને સેનાના હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરીને રાંચીની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
ઓફિસરોના જણાવ્યા પ્રમાણે, સીઆરપીએફની સ્પેશિયલ ટીમ કોબરા અને ઝારખંડ જગુઆરના જવાન સવારે લોંગ રેન્જ પેટ્રોલિંગમાંથી પાછા ફરી રહ્યા હતા. આ દરમિયાન આ બ્લાસ્ટ થયો. હાલ સ્થળ પર મોટી સંખ્યામાં જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.