- WHOના પ્રમુખ કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા
- ટ્વિટ કરીને આપી સ્વાસ્થ્યની માહિતી
- ડબ્લ્યુએચઓ પ્રોટોકોલ મુજબ આઇશોલેશનમાં રહીને કરશે કામ
નવી દિલ્લી: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વડા ટેડ્રોસ અધનોમ ગ્રેબેસિયસ એ કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ ખુદને ક્વોરેન્ટીન કર્યા છે. જો કે, તેઓમાં કોઈ પણ પ્રકારના લક્ષણો જોવા મળ્યા નથી અને તે સારું મહેસૂસ કરી રહ્યા છે.
ડબ્લ્યુએચઓ પ્રમુખ ગ્રેબેસિયસ એ ટ્વિટ કરીને કહ્યું કે, “હું કોઈ કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યો છું.” હું સંપૂર્ણ રીતે સ્વસ્થ છું અને મને કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. પરંતુ હું આગામી દિવસોમાં ડબ્લ્યુએચઓ પ્રોટોકોલ મુજબ આઇશોલેશનમાં રહીશ અને ઘરેથી કામ કરીશ.
સમગ્ર દુનિયામાં અત્યાર સુધીમાં સાડા ચાર કરોડથી વધુ લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે. આ મહામારીને કારણે અત્યાર સુધીમાં 12 લાખથી વધુ લોકોનાં મોત નિપજ્યા છે. એકલા અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક કરોડથી વધુ હોવાનો અંદાજ છે.
_Devanshi