- પ્રેરક અને પ્રચારકમાં તમને તફાવત ખબર પડે છે ને?
- બોલો સોનિયા ગાંધીને પ્રેરક અને પ્રચારક લાગે છે એક જેવા!
- અહમદ પટેલને પણ પ્રેરક શબ્દ સામે હતો વાંધો!
કોંગ્રેસના જૂના અને નવા નેતાઓ વચ્ચે ગુરુવારે એક અસંમતિની ખાઈ જોવા મળી. થયું એવું કે કોંગ્રેસની વિચારધારાના પ્રચાર-પ્રસાર કરવા માટે જે ટ્રેનિંગ દળની રચના કરવામાં આવી હતી, તેનું નામ પહેલા પ્રેરક સૂચવવામાં આવ્યું હતું. પરંતુ નેતાઓની બેઠકમાં કોંગ્રેસના નેતા અહમદ પટેલે આના પર સવાલ ઉઠાવ્યા અને તેઓ કહેવા લાગ્યા કે પ્રેરક શબ્દ આરએસએસના પ્રચારક જેવો શબ્દ લાગે છે. બાદમાં આ શબ્દને સોનિયા ગાંધીએ તેને નામજૂર કરી દીધો.
મીડિયા અહેવાલો પ્રમાણે રાહુલ ગાંધીના નિકટવર્તી સચિન રાવે ગુરુવારે પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓને તાલીમ આપનારા વિશેષ દળના નામકરણનો ઉલ્લેખ કર્યો અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંદીની ઉપસ્થિતિમાં ચાલી રહેલી બેઠકમાં જ તેમણે પ્રેરક શબ્દ સાથે સંબોધિત કરવાની વાત કહી હતી.
પોતાના સૂચનની સાથે તેમણે પાર્ટીની સદસ્યતા કેમ્પેન અને વિચારધારાના વિસ્તરણની સંપૂર્ણ રૂપરેખા સમજાવવાની કોશિશ કરી હતી. પરંતુ ત્યારે અહમદ પટેલે આ શબ્દ પર વાંધો વ્યક્ત કર્યો હતો. તેના પછી પંજાબ કોંગ્રેસ કમિટીના પ્રમુખ સુનીલ જાખડે પણ સમાન વિચાર રજૂ કર્યા અને પછી સોનિયા ગાંધીએ પણ માની લીધું કે આ પ્રેરક શબ્દ આરએસએસના પ્રચારક જેવો લાગી રહ્યો છે. માટે આ પ્રોગ્રમના આઈડિયાને યથાવત રાખવામાં આવશે, પરંતુ શબ્દને ડ્રોપ કરવામાં આવશે.
ઉલ્લેખનયી છે કે 12 સપ્ટેમ્બર-2019ના રોજ અહેવાલ આવ્યો હતો કે સામાન્ય લોકોની નજરોમાં કોંગ્રેસ પાર્ટીની ઝાંખી થતી છબીને સુધારવા માટે પાર્ટીએ હવે પોતાની કાર્યપ્રણાલી અને વિચારધારાના પ્રચાર માટે પ્રેરક રાખવાનો નિર્ણય કર્યો છે આ પ્રેરક કોંગ્રેસની વિરુદ્ધ ચાલી રહેલા નકારાત્મક સમાચાર વિરુદ્ધ જમીની સ્તર પર પાર્ટીના હિતમાં કામ કરશે.