Site icon hindi.revoi.in

ICMR હવે કોરોનાની સારવાર માટે પ્રાણીઓના બ્લડનો કરશે ઉપયોગ- પ્યૂરિફાઈડ એન્ટિસેરા વિકાવ્યું

Social Share

કોરોના મહામારી સમગ્ર વિશ્વમાં વ્યાપી ચૂકી છે, કોરોનાના કેસને લઈને અનેક સમાચારો મળતા રહે છે,જાણે હવે કોરોના વાયરસ સામાન્ય થતો જોવા મળી રહ્યો છે, આ સાથે જ સંશોઘનકર્તાઓ અવનવા સંશોધન કરે છે, જુદા જુદા દેશોમાં વેક્સિનને લઈને કામ પણ થઈ રહ્યું છે, ત્યારે હવે કોરોનાની સારવારને લઈને આઈસીએમઆરને એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે, આઈસીએમઆર એ હૈદરાબાદની એક ફાર્મા કંપની બાયોલોજી ઈ લિમિટેડ સાથે મળીને કોરોનાની સારવારની એક નવી પદ્ધતિ વિકસાવી છે.

આ બન્ને સંસ્થાઓએ સાથે મળીને પ્યૂરિફાઈડ એન્ટિસેરા વિકાવ્યું છે, જેને જાનવરોની અંદરથી બનાવવામાં આવ્યું છે, એન્ટિસેરા એ જાનવરોના લોહીમાંથી લેવામાં આવેલું એક બ્લડ સીરમ હોય છે જેમાં કોઈ ખાસ એન્ટિજનનો સામનો કરવાની એન્ટિ બોડી સમાયેલી હોય છે.

ડોકટરોના જણાવ્યા પ્રમાણે આ ખાસ રોગની સારવાર અથવા રોગને રોકવા માટે એક ઇન્જેક્શન તરીકે આપવામાં આવે છે. આ મામલે એન્ટિસેરા કોરોનાની સારવાર અર્થે બનાવવામાં આવી છે. ત્યારે હવે આ એન્ટિસેરા કોરોનાની સારવાર થશે એટલા માટે એમ કહવું રહ્યું કે હવેથી પ્રાણીઓના લોહીમાંથી કોરોનાની સારવાર કરી શકાશે.

દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ 80 હજારથી વધુ વી રહ્યા છે જો કે છેલ્લા અઠવાડીયાની સરખામણીમાં આ આકડો ઓછો થયો છે, આ સાથે જ દેશમાં કોરોનાના કેસની કુલ સંખ્યા 63 લાખને પાર પહોંચી ચૂકી છે જો કે આક સારી બાબત એ પણ છે કે હવે કોરોનાથી સાજા થયેલા દર્દીઓનો આંકડો પણ ઊંચો જઈ રહ્યો છે.

સાહીન-

Exit mobile version