1. Home
  2. revoinews
  3. હવે ICICI બેંક કોરોના સંકટમાં કાર્ય કરનારા કર્મીઓને આપશે ઈનામ- પગારમાં 8 ટકાનો કરશે વધારો
હવે ICICI બેંક કોરોના સંકટમાં કાર્ય કરનારા કર્મીઓને આપશે ઈનામ- પગારમાં 8 ટકાનો કરશે વધારો

હવે ICICI બેંક કોરોના સંકટમાં કાર્ય કરનારા કર્મીઓને આપશે ઈનામ- પગારમાં 8 ટકાનો કરશે વધારો

0
  • ICICI બેંક તેના કર્મીઓને આપશે ઈનામ
  • કોરોના સમયે કામકરનારા લોકોના પગાર વધારશે
  • 8 ટકા સેલરી હાઈક આપશે આ બેંક
  • જુલાઈ મહિનાથr પગારમાં વધારો લાગુ કરાશે

ખાનગી ક્ષેત્રોમાં મોટૂ નામ મેળવી ચૂકેલ ICICI બેંક પોતોના કર્મચારીઓ માટે ખાસ લાભ કરવા જઈ રહી છે ,આ મુજબ ICICI બેંકનાકર્મચારીઓના પગારમાં 8 ટકાનો વઘારો કરવામાં આવશે,જો કે આ લાભ એ જ કર્મચારીઓને મળી શકશે કે જેઓ કોરોના સંકટમાં પણ કાર્યરત થઈને ગ્રાહકોને સેવા આપી રહ્યા હતા,આ પ્રાકરના કર્મીઓને આ ઈનામનો લાભ મળી શકશે.

મીડિયા રીપોર્ટ પ્રમાણે આ બેંકના કેટલાક વરિષ્ટ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે,પગારમાં વધારો નાણાકિય વર્ષ 2020-21 માટે થશે,અને તે જુલાઈ મહિનાથી જ લાગુ કરવામાં આવનાર છે,બેંકનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે કે જ્યારે,કોરોના મહામારીના આ સમયમાં મોટા ભાગની કંપનીઓ પોતોના કર્મચારીઓની છટણી કરી રહી છે,તેની સામે કેટલીક કંપનીઓ તેના કામદારના પગારમાં કપાત પણ કરી રહી છે.ત્યારે ICICI બેંક એ તેમના કર્મચારીઓનો વિચાર કરીને પગાર વધારવાની બાબતને મહત્વ આપ્યું છે.

મળતી માહિતી મુજબ, એમ 1 ગ્રેડ અને તેનાથી નીચેના કર્મચારીઓને બેંક તરફથી આ લાભ મળશે. આ એવા કર્મચારીઓ છે કે જે ગ્રાહકોને સેવાઓ પૂરી પાડે છે અને ખાતરી કરે છે કે બેંક શાખા અને અન્ય કામગીરી સરળતાથી ચાલે છે,ઉલ્લેખનીય છે કે, સંપૂર્ણ લોકડાઉન અને કોરોના સંકટ વચ્ચે પણ ICICI જેવી ઘણી બેંકો મર્યાદિત સમય માટે પણ સિમિત કર્મચારીઓ સાથે પણ કાર્યરત રહીને ગ્રાહકો માટે સેવા પુરી પાડતી હતી.

દેશભરમાં લોકડાઉન બાદ અર્થવ્યવસ્થા નરમ પડેલી જોવા મળી હતી,મોટાભાગની આર્થિક ગતિવીધીઓ ધીમી પડી ગઈ હતી તો કેટલીક કંપનીઓ બંધ કરવામાં આવી છે,જો કે અનલોક 1 બાદ અનેક લોકો કામઅર્થે પાછા ફર્યા છે,ફરીથી દેશમાં હલન ચલન પહેલા જેવી જોવા મળી રહી છે તો સાથે-સાથે ઉદ્યોગામાં પણ તેજી આવતી જોવા મળી રહી છે.જો કે એ વાતને પણ નકારી નહી શકાય કે લોકડાઉન અનલોક થયા બાદ દેશમાં કોરોનાના કેસની સંખ્યા હાલ 7 લાખને પાર પહોંચી ચૂકી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.