ક્રિકેટ વિશ્વ કપ 2019માં ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચેના મુકાબલામાં ભારતને હારનો સામનો કરવો પડયો છે. ભારતીયટીમની જર્સીનો રંગ ભૂરો છે, પરંતુ રવિવારની મેચમાં ભારતના ખેલાડીઓ ખાસ નારંગી અને ભૂરા રંગની જર્સીમાં ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા હતા. ટીમ ઈન્ડિયાની ભગવા રંગની જર્સને લઈને પહેલા જ ક્રિકેટ મેદાનની બહાર રાજકીય અખડામાં કુશ્તી શરૂ થઈ ચુકી હતી. પરંતુ મેચમાં ભારતની હાર સાથે અંટશંટ નિવેદન કરવામાં મહબૂબા મુફ્તિએ બાજી મારી છે.
ઈંગ્લેન્ડની વિરુદ્ધની મેચ હારવા પર જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તિએ ક્હ્યું હતું કે મને અંધવિશ્વાસી કહો, પરંતુ હું એ કહું છું કે આ (ભગવા) જર્સીએ વર્લ્ડકપ 2019માં ભારતની જીતનો સિલસિલો ખતમ કરી દીધો છે.
જો કે હવે મહબૂબા મુફ્તિના નિવેદન પર શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે પણ નિવેદન આપ્યું છે. રાઉતે કહ્યુ છે કે પાકિસ્તાને લીલી જર્સી પહેરી રાખી છે, તો તેઓ કેમ હારી રહ્યા છે? સતત તેમના ખેલાડી દાઢી વધારીને મુલ્લા બનેલા છે, તેમ છતાં પણ હારી રહ્યા છે. આપણા દેશમાં પાગલ લોકો છે, જે દેશનું નામ માટીમાં મેળવી રહ્યા છે.
1992 બાદથી આ પહેલો મોકો છે, જ્યારે વર્લ્ડ કપની કોઈ મેચમાં ઈંગ્લેન્ડે ભારતને મ્હાત આપી છે. તો ભારતને વર્લ્ડ કપ 2019ની સાત મેચોમાં પહેલી હારનો સામનો કરવો પડયો છે. તેના પહેલા ઈંગ્લેન્ડની વિરુદ્ધ ભારતની જીત માટે પાકિસ્તાની ટેકેદારોના દુઆ કરવા પર પણ મહબૂબા મુફ્તિને ટ્વિટ કરીને કહ્યું હતું કે પાકિસ્તાની ક્રિકેટ પ્રશંસક ભારતને ઈંગ્લેન્ડની વિરુદ્ધ મેચ જીતવા માટે પ્રેરીત કરી રહ્યા છે. ક્રિકેટના બહાને જ સહી ઓછામાં ઓછા બંને દેશ એકસાથે તો છે.
મહત્વપૂર્ણ છે કે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતની મેચ જીતવાની દુઆઓ માત્ર ભારતમા જ નહીં, પરંતુ પાડોશી દેશ પાકિસ્તાને પણ કરી છે. ઈંગ્લેન્ડની વિરુદ્ધ જો ભારત સારું પ્રદર્શન કરીને જીત પ્રાપ્ત કરે છે, તો પાકિસ્તાનની સેમીફાઈનલની રાહ થોડી આસાન થઈ જાય. પરંતુ હવે ભારતની હારથી પાકિસ્તાનને સેમીફાઈનલમાં પહોંચવાનું સમીકરણ વિખાઈ ગયું છે.
ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે રમાયેલી આ મેચમાં ઈંગ્લેન્ડે પહેલા બેટિંગ કરીને સાત વિકેટના નુકસાન પર 337 રન બનાવ્યા છે. તેના જવાબમાં ભારતીય ટીમે નિર્ધારીત ઓવરોમાં પાંચ વિકેટ ગુમાવીને 306 રન જ બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે આ મેચમાં 31 રનથી જીત પ્રાપ્ત કરી હતી.