Site icon hindi.revoi.in

પૂર્વ IAS અધિકારી શાહ ફેઝલની દિલ્હી એરપોર્ટ પર અટકાયત

Social Share

પૂર્વ આઈએએસ અધિકારી અને જમ્મુ-કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટના અધ્યક્ષ શાહ ફેઝલને બુધવારના રોજ પોલીસે દિલ્હી એરપોર્ટ પરથી ઘરપકડ કરી હતી ,શાહ ફેઝલ વિદેશ જઈ રહ્યો હતો તે સમયે તેની અટકાયત કરવામાં આવી હતી અને ફરી તેને કાશ્મીર મોકલવામાં આવ્યો છે, સાથે સાથે તેને તેના ધરમાં પોલીસની નજર હેઠળ રાખવામાં આવશે.

શાહ ફેઝલની ઘરપકડ પબ્લિક સેફ્ટી એક્ટના હેઠળ કરવામાં આવી છે,મળતી માહિતી મુજબ શાહ ફેઝલ ઈંસ્તાંબુલ તરફ જઈ રહ્યા હતા, અધિકારીઓએ  કહ્યું કે દિલ્હીમાં પીએસએના હેઠળ શાહ ફએઝલને પોલીસ હીરાસતમાં રાખવામાં આવ્યો છે, જ્યારે શાહ ફેઝલ શ્રીનગર પહોચ્યાં હતા ત્યા તેઓની ફરી પોલીસે ઘરપકડ કરી હતી.

જ્યારથી કેન્દ્ર સરકારે કલમ-370ને હટાવવાની જાહેરાત કરી હતી ત્યારથી શાહ ફેઝલ સતત વિવાદિત ભાષણ આપતો રહ્યો છે,ત્યારે તેઓ  કાશ્મીરને લઈને બુધવારના રોજ વિવાદિત બયાન આપ્યું હતું, ફેઝલે કહ્યું હતુ કે “અમારા સામે માત્ર બે જ રસ્તાઓ છે, કાશ્મીર કઠપૂતળી બની જાય અથવા તો અલગાવવાદી,  આ સિવાય અમારા પાસે બીજો કોઈજ વિકલ્પ હવે રહ્યો નથી,  ઉપરાંત ફેઝલે કહ્યું હતુ કે રાજનૈતિક અધિકારોને પાછા મેળવવા કાશ્મીરને સતત, લાંબા અને અહિંસક આંદોલનની જરુર છે”

શાહ ફૈઝલે ઈદ-ઉલ-અઝહાના અવસર પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કાશ્મીરમાં કોઈ ઈદ નથી. આખી દુનિયામાં કાશ્મીરના લોકો પોતાની ધરતીને ભારતમાં ખોટી રીતે સમાવવામાં આવી હોવાથી રડી રહ્યા છે. 1947 પછી અમને મળેલા વિશેષ રાજ્યનો દરજ્જો અમને પરત નહીં મળે ત્યાં સુધી અમારી ઈદ થશે નહી.

કેન્દ્ર સરકારે જ્યારે કલમ- 37૦ હટાવવાનો નિર્ણય લીધો ત્યારે પણ શાહ ફૈઝલે કહ્યું હતું કે “કાશ્મીરમાં ભય ફેલાયો છે. તેમણે કહ્યું કે દરેકનું હૃદય તૂટી ગયુ છે. અમારી થયેલી હારનો અહેસાસ દરેક ચહેરા પર જોઈ શકાય છે,ઇતિહાસે આપણા બધા માટે ભયાનક વળાંક લીધો છે. આ 370-કલમ હટાવવાના નિર્ણયને લઈને કાશ્મીરના લોકો ચોંકી ગયા છે, ડરી ગયા છે”.

Exit mobile version