નવી દિલ્હી: લોકસભામા કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ પીએમ મોદી પર વિવાદીત ટીપ્પણી કર્યા બાદ માફી માંગી છે. અધીર રંજન ચૌધરીએ કહ્યુ છે કે આ ગલતફેમીને કારણે થયું છે. તેમમે ક્હ્યુ છે કે તેમણે પીએમ માટે નાલી શબ્દનો ઉપયોગ કર્યો નથી. જો પીએમ મોદી તેમનાથી નારાજ છે, તો તેઓ માફી માંગે છે. ચૌધરીએ કહ્યું છે કે પીએમને ચોટ પહોંચાડવાની તેમની કોઈ મનસા ન હતી. જો મારા નિવેદનથી પીએમને ચોટ પહોંચી છે, તો તે વ્યક્તિગત ધોરણે તેમની માફી માંગે છે. મારું હિંદી સારું નથી. નાલી કહેવાનો મારો મતલબ વોટર ચેનલથી હતો.
મહત્વપૂર્ણ છે કે લોકસભામા કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ વિવેકાનંદ અને પીએમ નરેન્દ્ર મોદીની સરખામણી સંદરઅભે કહ્યુ હતુ કે ક્યાં મા ગંગા અને ક્યાં ગંદી નાલી. અધીરરંજનના આ નિવેદન પર ભાજપના સાંસદો ભડકી ઉઠયા હતા અને ગૃહમાં ખૂબ હંગામો કરવા લાગ્યા હતા.
અધીર રંજન ચૌધરીએ પોતાના નિવેદન પર સ્પષ્ટીકરણ આપતા કહ્યુ છે કે ભાજપના એક સાંસદે સ્વામી વિવેકાનંદની સરખામણી વડાપ્રધાન સાથે કરી દીધી, કારણ કે બંનેના નામ નરેન્દ્ર છે. આનાથી બંગાળના લોકોને ઠેસ પહોંચી છે. કોંગ્રેસના નેતાએ કહ્યુ હતુ કે તે દરમિયાન લોકસભામાં મે કહ્યુ હતુ કે જો તમે મને ઉશ્કેરશો તો હું કહીશ કે તમે માતા ગંગાની સરખામણી ગંદી નાલી સાથે કરી રહ્યા છો.
કેન્દ્રીય પ્રધાન પ્રતાપ ચંદ્ર સારંગીએ લોકસભામાં પહેલા સ્વામી વિવેકાનંદ અને નરેન્દ્ર મોદીની સરખામણી કરી હતી. તેની સામે કોંગ્રેસના સાંસદોએ વાંધો વ્યક્ત કર્યો હતો. તેના પર પ્રતાપચંદ્ર સારંગીએ કહ્યુ હતુ કે કોંગ્રેસના લોકો પણ ક્યારેક ઈન્દિરા ઈઝ ઈન્ડાય કહેતા હતા, તેની સાથે અટલ બિહારી વાજપેયીએ પણ ઈન્દિરા ગાંધીના વખાણ કર્યા હતા. તો હવે કોંગ્રેસને નરેન્દ્ર મોદીથી શું પરેશાની છે. તેના જવાબમાં ગૃહમાં પોતાની વાત રજૂ કરતા અધીર રંજન ચૌધરીએ પીએમ નરેન્દ્ર મોદીને લઈને વિવાદીત ટીપ્પણી કરી હતી.