Site icon hindi.revoi.in

પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીની પ્રથમ પુણ્યતિથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાંજલી

Social Share

દિલ્હીઃ ભાજપના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીની આજે પ્રથમ પુણ્યતિથી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના ભાજપના ટોચના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને અરૂણ જેટલીને યાદ કર્યાં હતા.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીનું એક વર્ષ પહેલા નિધન થતા રાજકીય નેતાઓને મોટો ઝાટકો લાગ્યો હતો.

અરૂણ જેટલી નિધનના કેટલાક મહિનાઓ પહેલા જાહેર જીવનમાં સક્રિય રહ્યાં હતા. તેમજ તેઓ નાણા મંત્રી હતા ત્યારે જ દેશમાં જીએસટીનો અમલ કરવામાં આવ્યો હતો. અરૂણ જેટલીની પ્રથમ પુણ્યતિથીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, ગયા વર્ષે અમે અરૂણ જેટલીને ગુમાવ્યાં હતા. મને મારા દોસ્તની યાદ આવે છે. અરૂણ જેટલીએ ભારતની સેવા કરી છે. તેમની બુદ્ધિ, કાનૂની કૌશલ અને વ્યક્તિત્વ મહાન હતું.

 

ગૃહમંત્રી અમિત શાહે પણ તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમજ ટ્વીટ કરીને કહ્યું હતું કે, અરૂણ જેટલી ઉત્કૃષ્ટ રાજનીતિજ્ઞ, વિપુલ વકતા અને મહાન વ્યક્તિ હતા. તેમની ભારતીય રાજનીતિમાં કોઈ સમાનતા ન હતી. તેમજ તેઓ મિત્રોના મિત્ર હતા. તેમને પોતાની વિશાળ વિરાસત, પરિવર્તનકારી દ્રષ્ટી અને દેશભક્તિ માટે યાદ કરાશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પણ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, પ્રખર નેતા, વિચારક, પદ્મભૂષણથી સમ્માનિત પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીને પ્રથમ પુણ્યતિથીએ શત્ શત્ નમન, રાષ્ટ્ર નિર્માણમાં તેમની જનકલ્યાણકારી નિતીઓ અને યોજનાઓ માટે તેમને હંમેશા યાદ રાખવામાં આવશે.

Exit mobile version