Site icon hindi.revoi.in

કેટલાક લોકો ઈસ્લામની ખોટી વ્યાખ્યા કરીને કાશ્મીરમાં વ્યવધાન પેદા કરવા ચાહે છે : જનરલ બિપિન રાવત

Social Share

નવી દિલ્હી : ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે સોમવારે ચેન્નઈમાં સીમા સુરક્ષા પર બોલતા કહ્યુ છે કે કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ અને પાકિસ્તાનમાં તેમના સંચાલકો વચ્ચેનું કમ્યુનિકેશન તૂટ્યું છે. પરંતુ લોકો અને લોકોની વચ્ચે કમ્યુનિકેશન બ્રેકડાઉન થયું નથી. પાકિસ્તાન આતંકવાદીઓને આપણા વિસ્તારમાં પ્રવેશ કરાવવા માટે શસ્ત્રવિરામનો ભંગ કરી રહ્યું છે.

તેમણે કહ્યુ છે કે અમે જાણીએ છીએ કેવી રીતે શસ્ત્રવિરામ ભંગનો સામનો કરવામાં આવે છે. આપણા જવાનોને ખબર છે કે કેવી રીતે ખુદને પોઝિશનમાં રાખીને કાર્યવાહી કરવાની છે. અમે સતર્ક છીએ અને એ સુનિશ્ચિત કરીશું કે વધુમાં વધુ ઘૂસણખોરની કોશિશને નિષ્ફળ કરી દેવામાં આવશે.

તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યુ છે કે બાલાકોટને પાકિસ્તાને ફરીથી સક્રિય કર્યું છે. આ દર્શાવે છે કે બાલાકોટ પ્રભાવિત થયું છે. તે ક્ષતિગ્રસ્ત થઈ ગયુ હતું અને બરબાદ થઈ ગયું હતું. માટે લોકો ત્યંથી ભાગી ગયા છે. હવે તેને ફરીથી સક્રિય કરી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યુ છે કે લગભગ 500 ઘૂસણખોરો દેશમાં ઘૂસણખોરીની ફિરાકમાં હતા. તેમણે કહ્યુ છે કે ભારતીય વાયુસેનાએ થોડી કાર્યવાહી કરી હતી અને હવે તે લોકો ત્યાં પાછા જતા રહ્યા છે.

જનરલ રાવતે કહ્યુ છે કે મને લાગે છે કે કેટલાક એલિમેન્ટ્સ ઈસ્લામની ખોટી વ્યાખ્યા કરી કદાચ વ્યવધાન પેદા કરવા ચાહે છે. મોટી સંખ્યામાં લોકોને શિખવાડાય રહ્યું છે. મને લાગે છે કે આ મહત્વપૂર્ણ છે કે આપણી પાસે પ્રચારક છે, જે ઈસ્લામનો યોગ્ય અર્થ જણાવે છે.

આના પહેલા ભારતીય વાયુસેનાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હુમલાના પ્રતિશોધમાં બાલાકોટમાં આતંકવાદી કેમ્પો પર હુમલા કર્યા હતા.

Exit mobile version