
પ્રિયંકા ગાંધીનું ભાજપ પર નિશાન, કહ્યું હું હું કોઈ ભાજપની અઘોષિત પ્રવક્તા નથી
- કાનપુર શેલ્ટર હોમમાં 57 યુવતીઓને કોરોના પોઝિટિવનો મામલો
- હું ઇન્દિરા ગાંધીની પૌત્રી છું: પ્રિયંકા ગાંધી
- ઉત્તરપ્રદેશની સરકાર મને ધમકી આપીને સમય વેડફી રહી છે: પ્રિયંકા ગાંધી
કાનપુર શેલ્ટર હોમમાં 57 યુવતીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ઉત્તર પ્રદેશ બાળ સંરક્ષણ આયોગે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને નોટિસ ફટકારી હતી. પ્રિયંકા ગાંધીએ શુક્રવારે ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે તેઓ ઇન્દિરા ગાંધીના પૌત્રી છે, ભાજપના કોઈ અઘોષિત પ્રવક્તા નથી.
પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે પ્રજાના એક સેવક તરીકે મારું કર્તવ્ય ઉત્તર પ્રદેશના લોકોને પ્રતિ છે અને આ કર્તવ્ય સત્યને સામે લાવવાનો છે. કોઈ સરકારી પ્રોપેગેંડા ને આગળ રાખવાનો નથી. ઉત્તર પ્રદેશ સરકાર મને ફાલતુ ની ધમકી આપીને પોતાનો સમય વેડફી રહી છે.
ઉલ્લેખનીય છે કે કાનપુરના એક શેલ્ટર હોમમાં 57 યુવતીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેમાં 6 યુવતી ગર્ભવતી હતી. આ ઘટના બાદ ઉત્તર પ્રદેશમાં રાજકારણ ગરમાયુ છે. પ્રિયંકા ગાંધી આ મામલે સતત સરકાર પર સવાલ ઉઠાવી રહી છે.
(સંકેત)