Site icon hindi.revoi.in

માનવીઓએ 4 પૈકી 3 ઉડી નહીં શકતા પક્ષીઓની પ્રજાતિ વિલુપ્ત કરીઃ વૈજ્ઞાનિકોના અભ્યાસમાં ખુલાસો

Social Share

દિલ્હીઃ દુનિયામાં છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક પશુ અને પક્ષીઓ લુપ્ત થવાને આરે છે. જેને બચાવવા માટે વિવિધ સરકારો અને માનવતાવાદી સંગઠનો પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન બ્રિડનની લંડન યુનિવર્સિટીના જૈવ વિવિધતા અને પર્યાવરણ શોધ કેન્દ્ર અને સ્વીડનના ગોથનબર્ગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ અભ્યાસ કરેલા દાવામાં ચોંકાવનારા ખુલાસા થયાં છે.

પૃથ્વી ઉપર માનવ આવ્યાં બાદ તેમણે ઉડી નહીં શકતા 4માંથી 3 પક્ષીઓનો નાશ કર્યો હોવાનો દાવો છે.

વૈજ્ઞાનિકોએ 581 પ્રજાતિના પક્ષીઓની યાદી તૈયાર કરી હતી. જે માનવ પહેલા પૃથ્વી પર હતા. જે પૈકી 226 જેટલી પ્રજાતિ પક્ષીઓ ઉડી શકતા ન હતા. જેમાંથી હાલ માત્ર 60 જેટલી પ્રજાતિના પક્ષીઓ બચ્યાં છે. માનવે દુનિયાભરમાં અનેક પ્રજાતિને ખતમ કરી હોવાનો દાવો કર્યો છે. માનવ દ્વારા પ્રથમ પક્ષીઓના આવાસોને ખતમ કર્યાં તથા નવા વિકસીત ઉપકરણો અને ઓજારોથી તેમનો શિકાર પણ કર્યો હતો.

અધ્યનમાં સામેલ પ્રો.ટીમ બ્લૈકબર્નના મતે ઉડી નહીં શખતા હોવા છતા તેમની ઉપર કુદરતી શિકારી ઓછા હતા. વૈજ્ઞાનિકોના મતે આવનારા સમયમાં પૃથ્વી ઉપરથી પક્ષીઓની સંખ્યા ઝડપથી ઘટશે. સૈ પ્રથમ ઉડી નહીં શકતા પક્ષીઓ વિલુપ્ત થશે.

Exit mobile version