- આયુર્વેદ શોધશે કોરોનાનો કાટ
- લીમડાની ટેબ્લેટનું માનવ પરિકક્ષણ થશે ભારતમાં
- 250 લોકો પર થશે કરવામાં આવશે આ પરિક્ષણ
- આ બાબતે AIIA અને ESIC વચ્ચે કરાર
સમગ્ર વિશ્વ હાલ કોરોના સંકટમાંથી સપાર થઈ રહ્યું છે ત્યારે અનેક દેશો તરફથી કોરોનાની રસી વિકસાવવાની દીશામાં કાર્ય કરવામાં આવી રહ્યું છે, બીજી તરફ દરેક લોકો કોરોનાની રસીની આશા સેવી રહ્યા છે. આપણે જાણીએ છીએ તેમ અનાદીકાળથી લીમડાને આયુર્વેદીક ગુણકારી તત્વ માનવામાં આવે છે, પ્રાચીનકાળમાં અનેક દવાના ઉપયોગમાં લીમડાનો રસ,લીમડાના પાન, લીમડાના મૂળનો જ ઉપયોગ થતો હતો, આજે પણ લીમડામાં રહેલા તત્વોથી અનેક રોગને માત આપી શકાય છે ત્યારે હવે દેશમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે પણ લીમડામાંથી બનેલી ટેબલેટનું માનવ પરિક્ષણ શરુ કરવામાં આવશે.
સમગ્ર વિશ્વમાં અનેક વૈજ્ઞાનિકોથી લઈને ડોક્ટર્સ કોરોનાવાયરસની દવા શોધવામાં સતત મહેનત કરી રહ્યા છે, ત્યારે આ હોડમાં હવે આયુર્વેદ પણ સતત કાર્યશીલ બન્યું છે, ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ આયુર્વેદ એ નિસર્ગ હર્બ્સ નામની એક કંપની સાથે કરાર કર્યો છે, આ કરારમાં આ બન્ને સંસ્થાઓ એક ખાસ પ્રકારના પરિકક્ષણને અંજામ આપવા જઈ રહી છે,જે મુજબ કોરોના વાયરસ સામે લીમડો કઈ રીતે અસરકારક થાય છે અને કેટલા પ્રમાણમાં લીમડાના તત્વોથી કોરોના સંક્રમિતોને મદદ મળી રહે તે બાબતે 250 જેટલા લોકો પર માનવ પરિક્ષણ કરશે, આ સમગ્ર પરિકક્ષણની પ્રક્રિયા ફરીદાબાદની ઈએસઆઈસી હોસ્પિલમાં કરવામાં આવશે.
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ આયુર્વેદના ડાયરેક્ટર એવા ડો.તનુજા નેસારી આ સંશાધનની મુખ્ય પરિકક્ષણકર્તા હશે, તેમના સાથે ઈએસઆઈસી હોસ્પિટલના ડીન ડો અસીમ સેન પણ કાર્યરત હશે, સાથે-સાથે આ સંશોધનની ખાસ ટીમમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ આયુર્વેદ અને હોસ્પિટલના 6 ડોક્ટરો પણ સામેલ થશે, આ સમગ્ર બાબતે નિસર્ગ બાયોટેકના સંસ્થાપક અને સીઈઓ ગિરીશ સોમનના જણઆવ્યા અનુસાર , તેમને વિશ્વાસ છે કે આ એન્ટિ વાયરલ દવા કોરોના સંક્રમણને રોકવામાં અસરકારક સાબિત થશે.
લીમડામાંથી બનેલ ટેબલેટનું 250 લોકો પર થશે પરિક્ષણ
આ સંશોધન 250 લોકો પર કરવામાં આવનાર છે, સંશોધનમાં ખાસ એ વાતને મહત્વ આપવામાં આવશે કે લીમડાના તત્વ કોરોના સંક્રમણને અટકાવવામાં કેટલી હદે અસરકારસ સાબિત થાય છે,આ રિસર્ચમાં લીમડામાંથી જે દવા બનાવવામાં આવશે તે દવા કોરોના સંક્રિમતોના સંપર્કમાં આવતા લોકોને આ બિમારીથી કેટલા અંશે દૂર રાખી શકે છે તે બાબત પર ધ્યાન આપવામાં આવશે.
આ સમગ્ર માનવ પરિક્ષણ માટે લોકોની પસંદગી શરુ કરવામાં આવી ચૂકી છે, આ સમગ્ર પ્રકિયામાં 215 લોકોને લીમડામાંથી બનેલ ટેબલેટ આપવામાં આવશે જ્યારે અન્ય 125 લોકોને માત્ર ટેબલેટ ખાવા માટે આપવામાં આવશે, આ સમગ્ર ઘટનાક્રમ 28 દિવસનો રહેશે જેમાં આટલા દિવસો સુઘી દર્દીઓને નજરહેઠળ રાખવામાં આવશે, આ સમયમાં દવાઓની કઈ-કઈ અસર થઈ છે, શું ફાયદા થયા છે તે સમગ્ર બાબતે નિરિકક્ષ કરવામાં આવશે.
સાહીન-