Site icon Revoi.in

હવે દેશમાં ડિઝલની હોમ ડિલીવરી સેવાનો થશે વિસ્તાર-સ્ટાર્ટઅપને મળશે અંદાજે 2 હજાર કરોડનું માર્કેટ

Social Share

ઓઈલ કંપનીઓ દ્રારા સમગ્ર દેશભરમાં મોટા પાયે ડિઝલની હોમ ડિલીવરી કરવા માટેની સંપૂર્ણ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે,આ માટે ઓઈલ માર્કેટ કંપનીઓએ દેશમાં ખુબ જ મોટા પાયે ડિઝલની હોમ ડિલીવરી માટે ઈચ્છીત ફર્મોથી અભિરુચી પત્ર એટલે કે એક્સપ્રેશન ઈન્ટ્રેસ્ટ માંગ્યુ છે,જેમાં આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ કરવા માટે અંદાજે 2 હજાર કરોડ રુપિયાનું માર્કેટ ઓપન થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018થી જ ઓઈલ કંપનીઓ કેટલાક શહેરોમાં પ્રાથમિક સ્તરે ડિઝલની હોમ ડિલીવરી કરી રહી છે,જો કે હવે આ કાર્ય મોટે પાયે કરવાની તૈયારી થઈ રહી છે,ઈંધણની ડિલીવરી કરનારા સ્ટાર્ટઅપને પોતાને ફ્યૂલ આંત્રપ્રેયોન્સના રુપમાં રજીસ્ટ્રર કરાવવાનું રહેશે, જેના દ્રારા તેઓ ડિઝલના છૂટાપાયે વેંચાણકર્તા બની શકે,

હાલમાં FuelBuddy, Pepfuels, MyPetrolPump, હમસફર જેવી કેટલીક સ્ટાર્ટઅપ ઈન્ડિયન ઓઈલ,એચપીસીએલ જેવી તેલ કંપનીઓના ઈઁધણ ડિલીવરી કરવામાં મદદ કરી રહી છે,આ ફર્મ હવે અધિકારીક રીતે પોતાના નામથી બિલ બનાવી ગ્રાહકોને ડિઝલની આપૂર્તિ કરી શકાશે,

ઉલ્લેખનીય છે કે વર્ષ 2017મા પેટ્રોલિયમ અને પ્રાક-કૃતિક ગેસ મંત્રાલયે હાઈસ્પીડ ડિઝલની હોમ ડિલીવરી કરવાના પ્રસ્તાવ પર વિચાર કરવાનું શરુ કર્યું હતું,ત્યાર બાદ પેટ્રોલિયમ એક્પ્લોસિવ સેફ્ટિ ઓર્ગેનાઈઝેશનને તેના માટે ગાઈડલાઈનની રુપરેખા બનાવવા માટેની જવાબદારી સોંપવામાં આવી,વર્ષ 2018મા આન્ડિયન ઓઈલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ એ પ્રાયોગિક રીતે આ હોમ ડિલવરી શરુ કરી હતી.

ફ્યૂલબડીના સીઈઓ અને કો-ફાઉન્ડર એવા આદિત્સ સિંહએ આ બાબતે જણાવ્યું કે, ઈંધણ પહોંચાડનાર સ્ટાર્ટઅપ હવે અધિકારીક રીતે ડિઝલના રિસેલર બની જશે,આ પહેલા અમે તેલ માર્કેટ કંપનીઓ સાથે ભાગીદારી સાથે કામ કરતા હતા,હવે અમે તેલ કંપનીઓ પાસેથી ઈંધણની ખરીદી કરીને બિલ પર પોતાના નામથી ગ્રાહકોને અધિકારીક રીતે વેંચી શકીશું ,આ અમારા જેવા સ્ટાર્ટઅપ માટે એક મોટી તક છે.

તેમણે પોતાની વાતમાં આગળ કહ્યું કે, સરકારના આ ડિલીવરી વાળા સેગમેન્ટના નિર્ણયને ખુબ વેગ મળવાની આશા છે,આવનાર વર્ષ સુધી 1500 થી લઈને 2000 કરોડનું માર્કેટ અસ્તિત્વમાં આવી શકે છે,આ સેગ્મેન્ટથી ડિઝલની માંગમાં વધારો પણ થવાની શક્યતાઓ છે. વર્ષ 2019-20મા દેશમાં ડિઝલની માંગ 8.26 કરોડ ટન હતી ત્યારે આ હોમ ડિલીવરી વાળા સેગ્મેન્ટથઈ તેની માંગમાં ઉછાળો આવી શકે છે.

સાહીન-